પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૧૯ મું.

બીજે દહાડે દરદ એટલું હતું કે વાત સાંભળવી ગમે નહીં. ત્રીજે દિવસે તબીએત જરા ઠીક જોઈ પઠાણ કહે –

"એક રજપુત સરદાર પાદશાહની હજુરમાં હાજર થઈ કહે હું બુંદીકોટાનો હાડો રજપુત છું; મારો ભાઈ ગાદીએ છે. મેં વિચાર્યું હું ભાઈના આપેલા ગામ ખાઉં તે મને ઘટે નહીં, પાદશાહની નોકરી બજાવી નામ મેળવું તે વધારે ઠીક, માટે મારા લાયક નોકરીની ઉમેદે આવ્યો છું." પાદશાહે તેને મુસારો બાંધી આપી ૫૦૦૦ સ્વારની મુનસફી આપી.

રજપુત કુટુંબ સહિત પાયતખ્તના શહેરમાં રહ્યો. એ સરદારની સ્ત્રી અતિ રૂપવંતી હતી. તેનાં વખાણ શહેરમાં બહુ થવા લાગ્યાં, ને પાદશાહને કાને ગયાં. એ રજપુતાણીને પોતાના જનાનામાં આણવાનું તેને મન થયું. હિંદુસ્તાનની ગાદી મળે તોએ રાજા એ વાત કબુલ કરે તેવો નહોતો. પાદશાહને ત્રણ મુખ્ય મસલતી હતા, વજીર, કાજી, ને કોટવાલ. એની સહલા તેણે પુછી. એકાંત બેસી ચારે વિચાર કર્યો ને ઠેરવ્યું કે રજપુતને પાદશાહે એકાએક ફોજ આપી જુદે મોકલવો, ને તે જાય એટલે તેની વહુને સમજાવીને કે બળાતકારે લેવી, ને રજપુત પાછો આવે કે તેને કેદ કરવો.

તે પરમાણે પાદશાહે રજપુતને પોતાની હજુરમાં બોલાવ્યો, ને કહ્યું ફતેહપુરના નવાબે બલવો એકાએક ઉઠાવ્યો છે એવી ખબર હાલ આવી છે; તેના ઉપર એકદમ તમે ચઢો, દશ હજાર સ્વાર જોડે લો, ને જેમ તાકીદથી જવાય તેમ જઈ તે હરામખોર નવાબને કેદી કરી હજુરમાં લાવો કે તેનું માથું મોકલીદો; આ ઘડીએ નિકલો. રજપુત કહે હુકમ માથે સાહેબ, આ ચાલ્યો.

પાદશાહના મુખ્ય કારભારીઓને પણ એ રજપુતાણીને પરણવાનું મન થયું. તેમણે પોતાની ચતુરાઈ ચલાવી. રજપુત ગયો કે કોટવાળની દાસીએ તે બાઈની પાસે આવી કહ્યું કોટવાલ સાહેબે સલામ કહાવી છે, ને કહ્યું છે કે તમારા સ્વામી મારા જીવજાન દોસ્ત થાય છે વાસ્તે તેની ખાતરે તમને ખબર કરું કે આજે રાતના પાદશાહ તમને લઈ જવાનો છે, માટે ખુશી હોય તો મારે ઘેર આવી સંતાઈ રહો. રજપુતાણીએ દાસીને પટાવી ગુપ્ત વાત પુછી લીધી, ને જવાબ કેહવડાવ્યો કે હું આપથી છેક અજાણી છું માટે મહેરબાની કરી રાતના નવ વાગે મારે ઘેર એકલા આવો, આપણે મોહોબત થશે એટલે હું તમારી જોડે