પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૨૭
 

મરદને વેશે આવીશ. પાદશાહનું તેડું મધરાતે આવવાનું છે, ત્યાર પહેલાં આપણે જવું જોઈએ. કોટવાલ તે વાત કબુલ કરીને આનંદ પામ્યો.

કાજીએ કોટવાલ જેવું કહેવડાવ્યું; રજપુતાણીએ તેને ૯ નવ કલાકે બોલાવ્યો. પછી વજીરના ઘરનું તેડુ આવ્યું, તેના જવાબમાં તેને ૧૦ કલાકે પોતાને મુકામે બોલાવ્યો. પાદશાહે કહેવડાવ્યું કે હું મધરાતે મીયાનો મોકલીશ તેમાં બેસી તમારે મારે મોહોલે પધારવું. રજપુત સ્ત્રીએ નમનતાઈથી કહેવડાવ્યું કે હું રજપુતોમાં સૌથી ઉંચા કુળની છું, સિપાઈ તેડવા આવે તેની જોડે ના આવું, વળી મારા વરે રખેવાળ રાખ્યા છે તે સેહેલથી આવવા દેશે નહીં, સબબ આપ મારે મેહેલે ૧ના કલાકે એકલા છાનામાના આવો, આપણે વાતચીત કરીએ, ને કાંઈ જુગતી શોધી કાઢીએ કે મારા માણસો જાણે નહીં. મારે પાછલે બારણેથી લુંડી તમને મારી મેડીએ લાવશે. આપણું ચિત એક થશે પછી કશી ફીકર નથી, ચારે જણે એનું કહ્યું માન્યું.

રાત પડી ને નવ કલાક વાગ્યા કે કોટવાલ સાહેબ પધાર્યા. રાણીએ તાજમ કરી તેમને બેસાડ્યા, પાન સોપારી આપ્યાં, ને તેમને વાતમાં નાંખ્યા, એવામાં કાજીસાહેબ આવે છે એવી ખબર દાસી લાવી. કોટવાલ કહે એનું નખોદ જાય એ સાલો આ વખતે ક્યાંથી આવ્યો. મને સંતાડ, એ જાણશે તો હું માર્યો જઈશ. રજપુતાણી કહે તમારાં લુગડાં ઉતારી આ લુંડીનો સાલ્લો પહેરો, ને મોઢું ઢાંકી પેલી ઘંટીએ દળવા બેસો એટલે નહીં પરખાઓ. કોટવાળે તેમ કર્યું.

કાજીને શેતરંજ રમવા બેસાડ્યા. તેણે જાણ્યું મારું કામ થયું, એવામાં લુંડીએ જાહેર કર્યું કે વજીર આવે છે. રજપુતાણી કહે મારા ભોગ મળ્યા હવે શું કરીશ. કાજી કહે બાવા તારા કરતાં મને વધારે ભો છે. એને બાદશાહે મોકલ્યો હશે, એ મને દેખશે ને પાદશાહને ખબર કરશે તો પછી મારી શી વલે થશે ? હું બુઢો કાજી, કુરાન કિતાબ પઢેલો, આ ધોળાં આવ્યાં ને ઘરડે ઘડપણ મારી ઈજત જશે. મને છુપાવ બાઈ કાંઈ છુપાવ કે મારી આબરૂ ને મારાં ઘરબાર રહે. રજપુતાણી કહે આવો આ પાણીઆરામાં લાંબા થઈને ઉંધા સુવો ને તમારા વાંસા ઉપર પાણીનાં બેડાં લુંડી મુકશે. વજીર જશે એટલે તમને ઉઠાડીશું. કાજી કહે હું શરદીએ મરી જઈશ, પણ બીજો ઉપાય નથી, તો ચાલો એમ કરો; અરે અલ્લા, સુભાન અલ્લા, હું ક્યાં આ પાપમાં ફસાયો ! કાજી સાહેબને પાણીઆરામાં સુવાડી તેમના ઉપર પાણીનાં ભરેલાં દેઘડાને તાંબા પીતળનાં ભારે . બેડાં મુક્યાં ત્યારે ઉંઉં કર્યું. રાણી કહે છાના રોહો મીયાં. કાજી કહે અરે મારી