પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
सासुवहुनी लढाई
 

વૈદો ગયા પણ પઠાણ સુંદરની બાજુએથી ખસ્યો નહીં. તેણે ને બેગમે તે દિવસે ખાનુંએ ન ખાધું. સુંદર મનમાં પ્રભુનું સ્મરણ કરતી હતી. પઠાણ કહે અમારો તમારો સરજનહાર એકજ છે. માટે તમારી મરજી હોય તો અમે તમારી જોડે તેનું સ્તવન કરીએ. સુંદર કહે મને હરકત નથી. ત્રણે જણે પરમેશ્વરની પ્રાર્થના કરી. સુંદરનો ઘાંટો બેસતો ગયો, ને તેના ગાત્ર તાંઢાં થવા લાગ્યાં. ત્રીજે પોહોરે શરદી આખે અંગે વ્યાપી ગઈ, ને સુરજ ઊગતી વેળાએ એનો પવિત્ર આત્મા દેહ તજી પોતાને માર્ગે શરણ થયો.

આ સગુણી અને નિરપરાધી સ્ત્રીની કાણી અહીં પૂરી છે. એનામાં એક દોષ નહતો એમ આ લખનાર કહેતો નથી; આ જગતમાં કેવળ દોષ રહિત માણસ હોતાં જ નથી, પરંતુ જે સ્ત્રી કે પુરુષ આ પુસ્તક વાંચશે તેના રદયમાં એના દુ:ખ અને અકાળ મૃત્યુથી કરૂણા ઉપજ્યા વગર રહેશે નહીં; તથા તે સાસુના જુલમને ધિક્કારશે.