પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
 

બુદ્ધિ વાણીઓ ને પછમ બુદ્ધિ ભટ, તરત બુદ્ધિ તરકડો તે મુકી મારે ધબ.’ જાઓ જાઓ મહારાજો ઉઠાવો, આપણા માણસને મલેચ્છને હાથે ડટાવીએ નહીં. બ્રામણીનો દેહ છે, આપણું મનીસ છે કોઈ બીજું તો નથી. તેની ચુક થઈ હશે કદાપી, પણ હોય ઇનસાન છે ભુલેએ ખરું.

મોતીચંદ કહે એતો હવે કાષ્ટવત છે, સુકા લાકડા જેવું. એને ગમે તો અડો મુસલમાન કે બ્રાહ્મણ, એ સહુ સરખું છે; જે છે તે પાછળ રહેલાને છે. અમારી નાતની હોત તો અમે તો ઉઠાવત.

બ્રાહ્મણો – શેઠજી અમે જઈએ છીએ.

મોતીચંદ – તો વાર ન લગાડો, તમે દશેક જણ તો અહીં છો, એટલા બશ છો; લો પાંચ રૂપીઆ ખરચના હું આપું છું, ખાંધીઆને કાંઈ આપવું પડે તો આપજો.

બ્રાહ્મણો – નાજી નહીં આપવું પડે; આગળ એક એક રૂપીઓ લઈ સ્વજ્ઞાતિના મરદાં ઉપાડવા નાગર બ્રાહ્મણ જતા, પણ હવડાં તો બબે રૂપીઆ લે છે, પણ તે ગૃહસ્થ કને, માહો માહે નહિ. અમારે સગાં ઘણાં છે.

મોતીચંદ – તો ઠીક છે, તો જાઓ ઉતાવળ કરો. તમે નહીં જાઓ તો પઠાણને શું ?

બ્રાહ્મણો – ના રે સાહેબ આ ચાલ્યા.

પાંચ રૂપિઆ આપ્યા તે લઈ બ્રાહ્મણો ગયા, બજારમાંથી વાંસ, દોરડીને કલગેર લેતા ગયા. એક આસામી અન્નપૂર્ણાને ખબર કહેવા ગયો હતો તે પણ તોલડીમાં દેવતા લઈ જઈ પહોંચ્યો.

અનપુણાએ પોતાના બારણે કાંણ માંડી. નજીકનાં સગાં તથા પડોશણ ઝટ આવી મળી. પણ રીત પ્રમાણે સઘળાં બઈરાં દોડી આવ્યાં નહીં. એનું કારણ એ કે બે ત્રણ જણીઓએ જ્ઞાતિમાં મુખ્ય શાસ્ત્રી દેવનારાયણ હતા તેમને પુછાવ્યું કે જવાય કે નહીં. શાસ્ત્રી કહે ના જવાયતો ઠીક, એ મલેચના ઘરમાં મરી ગઈ છે. એ ખબર થતાં બીજી અટકી. ચંદાનો ભાઈ વિજીઆનંદ જોડે સમસાન ગયો હતો, ને એનો મામો જવા નિકળ્યો હતો. બાયડીઓને કુટવા જતી શાસ્ત્રીએ ખાળી એ વાત સાંભળી તે તુરત ચેત્યો કે ટંટો ઉઠશે. નાતમાં ખળ ને ડોંગા આદમી હતા તેમને પાધરો જઈ મળ્યો ને કહ્યું ભાઈ સાહેબ આ વખત તમે મદદ કરો તો કામ પાર પડે.