પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૩૫
 

મોટાઈ સૌને ગમે છે, તેમાં એવાને વળી વધારે. તેઓ કહે હો ચાલો જોઈએ નાતની બાયડીઓને કોણ અટકાવે છે. એ સાળો શાસ્ત્રી થાય છે કોણ, એની મગદુરશી, શું એ નાતનો ધણી છે, નાતની ખુશી હોય ત્યારે એને હલોલનો હાથી કરે કે ગાળ એને શીર પડે. હિંડો જોઈએ કોણ કુટવા નથી જતું. આ અમારા ઘરનાં પહેલાં ચાલ્યાં. જ્ઞાતિ શાસ્ત્રને માથે છે.

પોતાના ઘરનાને પ્રથમ મોકલી ચકલે ગયા ને ત્યાં ઉભા રહી બોલ્યા કે રમાનંદ પંડ્યાને ઘેર કુટવા જવાને સૌ બઈરાંને છુટ છે.

શાસ્ત્રી મહારાજ વિલે મોઢે જોતા રહ્યા ને જ્ઞાતિની બધી સ્ત્રી કુટવા દોડી. હાલની પેઠે તે કાળનાં બઈરાંને કુટવાનો ઘણો ચડસ હતો, કૂટવા જવાનું આવ્યું કે બધાં કામ પડતાં મેલી હોંશે હોંસે ધાય. નાગરીઓ અને બીજીઓનું મોટું ટોળું અનપૂર્ણાને બારણાએ મળ્યું. જીવતી હતી ત્યારે જે ને તેણે મહા વિપત્તિ પાડેલી તેને મુવે બહુ દુઃખ કરી કૂટ્યું. મનમાં જરાએ માઠું નહીં લાગ્યું હશે, પણ લોકોને દેખાડવાને મોઢે એવું કલ્પાંત કરે કે સાંભળનારની આંખમાં આંસુ આવે. સુંદરના બાપના મોસાળીઆ હતાં તેઓ જીવતે છતે એનો ભાવ પૂછતાં નહિ તેમણે રોવા કૂટવામાં અનપૂર્ણાને ખૂબ ડામડા દીધા ને હરાવી મૂકી. અનપુણા કૂટતાં બોલી.

"હાયરે મોભેણ, લાલઘરચોળે, વાંકેઅંબોડે, લાંબીસોડે, હાય તાણી પણ, નામને લેણા, હાય ના મુક્યાં, એક છૈઉં હોતતો. હાયરે તારાં, હાય લુગડાંને, હાય ઘરેણાં, હાય રે વધતાં, હાય ન પડતાં. હું જાણતી જે, હાયરે મારે, બબે વહુઅર છે, તે ઘર તરફની, હાયરે ચંતા, હાય નથીજો, સુંદર વહુતો, ઘણીજ ડાહીને, હાયરે શહાણી, હાયરે છે તે, હુતો હવે દેવને દેરાં, હાય કરીશ જો, હાયરે વહુઆરતો, લાવ્યાંતા હોંસે, મને ન વીત્યાને, તારા નામના, અવળા પગરણ, હાય કરવાના, હાયરે દહાડા, ક્યાંથી આવ્યા,” ઈત્યાદિ.

એ સાંભળીને સુંદરના બાપની મસીઆણ બેને કુટાવ્યું,

“હાયરે દીકરી, હાયરે આજ તો, સપટ તાળાં, ઘોર અંધારાં, બાપને બારણે, તાળું દઇને, કુંચી લઈને, હાયરે સુતીજો; દીકરી મારી, દુખનો દરીઓ, હાય સંસારમાં, સુખનો સરડો, હાય ન દીઠો, માબાપેતો, ઘણું લડાવી, પણ હાય પરણીને, હાય પનોતી, હાય ન થઈજો, હાયરે દીકરી, મરવાને જીવવાં, હાય સંસારમાં, સરજ્યાં છે પણ, હાય તારાંતો, દેવતૈશાખા, હાયરે મને, જીવતાં લગણ, હાય નહી ભુલે, સાસુ નણંદતો, સહુને હોય પણ, હાય તારાંતો, પેલા ભવનાં,