પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
 

મને પ્રગણાના વહીવટથી વાકેફ કરો, ને જે જે કામની તપાસ તમારાથી થઈ છે તેના ફેંસલા કરવામાં મને મદદ કરો.

પઠાણે એ વાત કબુલ કરી. મોતીચંદ વસુલાતખાતાનો કારભારી ને ખજાનચી, તથા કિસનલાલ દીવાની ફોજદારી કામનો શીરસ્તેદાર એ બંને ઘણા હોશીઆર છે, ને પોત પોતાના કામથી માહેતગાર છે, પરંતુ તેમના પ્રમાણિકપણા ઉપર ભરોસો રાખવો નહીં. તેઓ લાંચ લે છે. એવો મને શક છે, પણ સાબીતી મળી નથી કેમકે લાંચ આપી પોતાની મતલબ પાર પાડવી, અને અધિકારીઓએ લાંચ લેવી, એમાં ખોટું નથી એવો ખરાબ મત આ દેશના મુર્ખ લોકનો છે; એ બે સખસો વગર પુછે સહલા કોઈવાર આપે ત્યારે તથા જ્યારે હું એમનો અભિપ્રાય લેતો ત્યારે હું ફક્ત તેમના કહેવા પર વિસવાસ રાખી વરતતો નહીં; લખાણમાં કાંઈ દગલબાજી કરતા નથી એપર પણ હું હમેશ નજર રાખતો, એવું પઠાણે કહ્યું ત્યારે જાફરખાં કહે આપે એમને બરતરફ કેમ નહીં કર્યા ? હું હોઉં તો કરૂં. પઠાણ કહે આપની ખુશીમાં આવે તેમ આપે કરવું. પણ મને કાયદા પ્રમાણે તજવીજમાં પત્તો લાગ્યા વિના સજા કરવી એ દુરસ્ત લાગતું નથી, માટે મેં એમની નોકરીને ખલેલ પોચાડી નહીં મારી પોતાની અકલ હોશીઆરીથી હું સઘળું કામ ચલાવતો. એમનું મારી આગળ મુદલ ચલણ નહતું, તે છતાં આંધળા લોકે એને નાણાં આપ્યાં હશે તો તેમના ભોગ.

સોમવારે હરિનંદનુ કામ પઠાણ અને જાફરખાની રૂબરૂ ચાલ્યું. વૈદોની સાક્ષી લીધી; તોમતવાળાની રાખેલી સોનારણને પકડી આણી હતી, તેની કનેથી સુંદરના પગનું એક સાંકળું પકડાયું હતું, અને બીજું જે હવાલદારે રાત્રે કેદી પાસેથી પડાવ્યું હતું તે પણ પકડાયું. સોનારણ અને હવાલદારની જુબાની લીધી. હરિનંદે કબુલ કર્યું કે મેં મારી વહુને ઘણીવાર મારેલી, અને છેલ્લી લડાઈને દહાડે હમેશ કરતાં બહુ વધારે મારી હતી, કેમકે મારી મા જોડે એ મસ લડી તેથી મારી આબરૂને બટ્ટો લાગ્યો. આગલી રાતે મે પાનડી માગી હતી, પણ તેમણે આપી નહીં. મારી નાખવાની ધમકી મેં તેનું ઘરેણું લેવાને બતાવી હતી, પણ મનમાં તેનો પ્રાણ લેવાનો વિચાર નહતો. કાળજામાં તેને મારાથી વાગ્યું હશે કે નહીં તે મને યાદ નથી, કેમકે તે વેળા હું બહુ ક્રોધાંત હતો, મારો જીવ મારે વસ નહોતો, હું તે વખત આંધળા જેવો હતો. આંખ મીંચીને લાત, થાપટ, મુક્કી, અને લાકડીઓ તેના શરીરના હરેક ભાગપર લાગ ફાવ્યો ત્યાં ચોડી, ને રોળી રોળીને મારી. એ મારી મોટી ભૂલ થઈ, હું હવે બહુ પસતાઉં