પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
सासुवहुनी लढाई
 

સાસુ મરી ગઈ ત્યારે લોકોને દેખાડવાને રોઈને કુટ્યું, પણ મનમાં ઘણી ખુશી થઇ, ને પોતાના મનને કહ્યું હવે મને ગાદી મળી છે, જો હવે હું કેવું રાજ ચલાવું છું.

પ્રકરણ ૨૧ મું.

પઠાણની બદલીની ખબર લોકને થઈ ત્યારે તેઓ કહેવા લાગ્યા કે હરિનંદને બચાવવાને નાગરોએ કરાવી હશે, હરિનંદને ઉગારવા સારૂ કાંઈ પ્રપંચ રચેલો. આ વહેમ જુઠો હતો પઠાણની બદલીમાં તેમનો કાંઈ હાથ નહતો, માત્ર કાગનું બેસવું ને તાડનું પડવું તેવું થયું. પઠાણની બદલીથી નહીં પણ જાફરખાં મીંઆં લાંચીઆ હતા તેથી હરિનંદ જન્મ ટીપથી બચ્યો.

પઠાણની કહેલી સજા બહાલ રહેત એમાં શક નથી. જાફરખાં કરજદાર હતો. એની દાનત મૂળથી નઠારી નહોતી, પણ તેનો હાથ ભીડમાં આવ્યાથી તે ઉછીના અથવા બીજે મસે રૂશવત લેતો, ને જેઓ તેને પૈસા ધીરે કે ધીરાવે તેમની સીફારસ માનતો. જાફરખાંના માગનારનો ગુમાસ્તો, રૂ. ૨૦૦૦) વ્યાજના ચડ્યા હતા. તે વસુલ કરવાને એની પાછળ આવ્યો હતો. વિજીઆનંદ અને તેનો કાકો એ ગુમાસ્તાને મળ્યા. ગુમાસ્તે કહ્યું એ રૂશવતને નામે નહીં લે પણ અંગઉધાર ધીરશો તો લેશે તમારામાં કોઈ શાહુકાર છે ?

વિજીઆનંદ – હા કેવળરામ મૂળજી નાણાવટી છે તે ધીરધારનો ધંધો કરે છે.

ગુમાસ્તો - તેની દુકાનેથી રૂ. ૩૦૦૦) ઉપાડવાની હું થાણદારને સલાહ આપીશ. તમે ને એ નાણાવટી માંહોમાંહે સમજો. મારા બસે જુદા. હરિનંદને હલકો છોડી મૂકે એવો ઘાટ રચીશ.

વિજીઆનંદે તે વાત કબુલ કરી. જાફરખાંને રૂપિઆ મળ્યા ને બંદોબસ્ત થયો. ગુરૂવાર હરિનંદને હાથ-કડી સાથે કચેરીમાં ઉભો કર્યો. હજારો આદમી આસપાસ જોવા મળ્યું. જાફરખાં કહે છોકરા જે કેર ને ભારે અનર્થ કર્યાનું તહોમત તારા ઉપર મૂકવામાં આવ્યું છે તે મારી નજરમાં સાબિત થયું છે. મરનાર બાઈ સુંદર તારી ધણીઆણી, તારા મારથી મરી ગઈ પણ તેં તેને મારી નાખવાનો ઈરાદો પ્રથમથી કર્યો નહતો, તું ઓચિન્તો ક્રોધાયમાન થયો હતો. એ નકી જણાય છે, માટે માર મારવાનો ગુનો તારા ઉપર સાબિત થાય છે. તું નાદાન જણાય છે માટે રહેમ નજર કરી તને માત્ર ૩૦૦) રૂપિઆ દંડને એક વરસ કેદની સજા કરૂં છું." આ કામમાં મુખ્ય ગુનેહગાર તારી મા છે પણ તેને માટે જુદો મુકદમો બનાવવો પડશે.

હરિનંદને સિપાઈ લઈ ગયા પછી સોનારણનું તથા હવાલદારનું કામ ચલાવ્યું. સોનારણના ઉપર ચોરી કરાવ્યાનું તથા ચોરીનો માલ રાખ્યાનું તહોમત સાબિત છે એવું ઠેરવી તેને રે. ૫૦૦) દંડ ને ત્રણ માસ કેદની શિક્ષા કરી. હવાલદારે સાંકળું રૂશવત દાખલ લીધું એવું ઠેરવી તેને રૂ. ૧૦૦) દંડ ને દંડ નહીં આપે તો બે માસ સુધી કેદમાં રહે એવો હુકમ કર્યો. હવાલદારનાં સગાં ગરીબ હતાં તે રૂપિઆ ક્યાંથી લાવે. એનો છોકરો, એની મા, એની બાયડી એ ત્રણ જણા બંધીવાનને છોડાવવાને ભીખ માગવા નિકળ્યા. એને કારણે ભાગ માગનારા જે ચિન્હો ધારણ કરતા (ને દેશી રાજમાંથી એવા ભીખારી વખતે હજીએ આવ છે) તે પહેર્યા એટલે કોટે બાંધ્યું કોડીયું, ને હાથે બેડીને માટે સાંકળ પહેરી, ને બંધીવાનના બંધ છોડાવો, કોઈ દયા કરી છોડાવો; વગેરે બોલતાં ગામે ગામ ફર્યા, ને રૂ. ૧૦૦ લાવી