પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
 

થયાં છે તેથી તમે ને પરમેશ્વર વિના બીજું કોઈ મારે માથે રક્ષણ કરનાર નથી. એની મીઠી દીનવાણી, એના કાલાવાલા, એના ઠોક, એનાં આંસુ, એનાં માથા કુટવાં એ કસાથી એ બળદીઆના, એ ગધેડાના કઠોર હઈઆપર તલમાત્ર અસર થઈ નહીં. એક દહાડો મેડીપર સાસુ વહુ ચોખા વીણતાં હતાં, ને નણંદ પાનની પીચકારી મારતાં હીંચકા ખાતી હતી. એવામાં કાંઈ વાદ ચાલ્યો, ને વાદપરથી સાસુ વહુ સેજ ચરવડી પડ્યાં, એટલામાં હરિનંદ આવી પહોંચ્યો. તેને તેની બેને કહ્યું ભાઈ હુતો હવે આ ઘરમાં પગ નહીં મુકુ; તારી વહુ મારી માના સામુ તડ તડ બોલે, સામુ બોલે તો છો બોલતી, પણ ગાળો દે તે મારાથી સંભળાય નહીં, તુંતે ભાયડો છે ? કે કાંચળી પહેરીને બેઠો છે ? ભાભીએ તને વશીકરણ કર્યું છે કે શું ? એ સાંભળતાંજ ભાઈના દીલમાં આવેશ આવ્યો. ગાળો શી ભાંડી તે જુવો. સાસુ જોડે વાતમાં પ્રસંગ આવેથી સુંદરે પોતાના માબાપ વિષે કહ્યું કે તે બીચારાં સ્વર્ગે ગયાં હવે તેમને શાને નિંદોછો. સાસુ કહે હા તો એવા મુવા પાપીને સ્વર્ગમાં લેવાને બેસી રહ્યા છે, કોણ જાણે ક્યાં નરકમાં સડતાં હશે. સુંદરે જવાબ વાળ્યો કે પોતાનાને કહીએ પારકાને શાને કહો છો. મારાં માબાપનાં જેવા ભલા ને ધર્મી આજ કોણ છે લાવોને ! એ સાંભળતાં ભુડી અનપુણાનુ મહો પાર વગરનું ગંધાવા લાગ્યું, ને ખીલી મસ. હરિનંદે તજવીજ બજવીજ કર્યા વિના સુંદર ઉપર ધસી બે ત્રણ લાપટો ઝાડી કહ્યું રાંડ તું મારી માને ગાળો દેનારી ! સુંદર લાજ કરી કહે જરા ધીરા પડો, શી ગાળો ભાંડી તેતો પુછો, મને રાંડ માં કહેશો, લો મારી નાંખો પણ એ ગાળ ન દેશો. એમ તાતા સીદ થઈ ગયા. લો હું મારે હેઠાં જાઉ છું; (સંભળાય નહીં તેમ બોલી) એની સોડમાં બેસી તાઢા પડો. હરિનંદ પાછળ જઈ કહે હ રાંડ શું બોલી ફરી બોલ મેં સાંભળ્યું નહીં. એમ કહી બળ કરી ધક્કો માર્યો તે સુંદર સીડીએથી ગબડી પડી. ગબડી પડી પણ ત્રણમાંથી એકે નીચે જઈ જોયું નહીં કે તેને વાગ્યું કે કેમ. સુંદરનો બરડો કુટાઈ ગયો, ને માથું ફૂટ્યું. બે ઘડી બેભાન પડી રહી, ને શુદ્ધિ આવે ઉઠી પોતાના ઓરડામાં જઈ સુતી. રાત્રે કોઈએ વાળુ કરવા બોલાવી નહીં રમાનંદે પૂછ્યું, આજ કેમ સુંદર વહુ જણાતાં નથી ક્યાં ગયાં છે. એટલું બોલ્યો કે તે બાપડાના ઉપર અનપુણા વેણ રૂપી ભાલાથી ટુટી પડી. હજાર ઠોક પડ્યા ને નહીં કહેવાનું કહ્યું. રમાનંદ પંડ્યાએ એકેનો ઉતર :આપ્યો નહીં. નીચે માથે વિયાળુ કરી ઉઠી ગયો. એ એવો દેવ ભોળો હતો કે બારીએ પોતાને થાનકે જઈ બેસી એક એક નસકોરામાં એક એક ચીપટો તપખીરનો ભર્યો એટલે પોતાની બાયડીના કડવા મેહણાની અસર મન પરથી જતી રહી.