પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૭
 

કારભારીને મળ્યો, ને એક હજારની સોનાની કિંઠી તેના હાથમાં મુકીને બોલ્યો કે સાહેબ આ ગામનો એક જેસંઘ નામે વાણીઓ મારા પર તરકટ કરી મને ખરાબ કરવાનો ઈરાદો કરે છે. માટે હું તો તમારે શરણે આવ્યો છું. દીવાન કહે ફિકર નહીં કર સંકટ પડે તેવારે ખબર કરાવજે.

જેસંઘને ગુણકા જોડે વાતચીત થયા પછી આઠમે દહાડે વહાણુંવાતાં રાજાના સિપાઈઓએ કાસદનું ઘર ઘેરી લીધું; કાસદને તથા જેસંઘની માને બંધીખાને નાંખ્યાં, ને ઘરમાંથી સર્વસ્વ લઈ જઈ કામદારખાનામાં મુક્યું. બધું મળીને સાઠેક હજારની મતા હાથ લાગી.

કાસદના કોઈ મીત્રે એ ખબર કારભારીને કરી. બારપર ત્રણ વાગે દરબારમાં જઇને યુક્તિથી રાજા આગળ કાસદની વાત કહાડી, તે પરથી રાજાએ તેને ગુણકાનો કહેલો હેવાલ સંભળાવ્યો. આશ્ચર્ય પામ્યો હોય તેવું મુખ કરી નમંતાઈથી દિવાન બોલ્યો કે મારા જાણવામાંતો એથી તદન ઉલટી વાત આવી છે. લોકમાં વાત ચાલે છે કે એ જેસંઘ મોટો કપટી લુચ્ચો સખ્સ છે, ને એણે ગરીબ કાસદને મારવાને નરદમ તુત ઉઠાવ્યું છે. એ બાપડાનો ભાઈ મારે ઘેર છાતી કુટતો આવ્યો ને આપને નજર કરવાને આ હીરાની અંગુઠી આપી. એની કીમત ભારે છે. વળી તેણે કહ્યું છે કે કાસદ છૂટે ને પોતાનો માલ પાછો પામે તો તેમાંથી સાત હજારના દાગીના આપને ભેટ કરે. રાજા ખુશી થયો ને કહ્યું કાલે એને મારી હજુરમાં બોલાવી એની વાત સાંભળી મોકળો કરીશ.

આ વાતની ખબર ગુણકાને પડતાંજ તેણે જેસંઘ જોડે મનસુબો કર્યો. જેસંઘ જોડે બે હજાર રૂપીઆ તેજ રાત્રે કારભારીને મકોલ્યા, ને પોતે રૂ ૧૧૦૦૦) લઈ રાજાને મેહેલ ગઈ. એમાંના એક હજાર રાજાના છડીદાર, ચોપદાર, મશકરા તથા બીજા સોબતીઓમાં વહેંચ્યા, ને દશ હજાર રાજાને આપી તેનું વચન લીધું કે કાસદને પાંચ હજાર રૂપીઆ ડંડ, ને એક વરસ કેદની સજા કરીશ, તથા જેસંઘની માનું નાક કાપી ગામ બહાર કહાડી મુકીશ, તથા સઘળો માલ જેસંઘને આપીશ.

બીજે દિવસે સવારના ૧૧ કલાકે રાજા કચેરીમાં આવી આસને બેઠો. કાસદ, જેસંઘની મા અને જેસંઘને બોલાવ્યાં. કારભારી પણ નોકરીમાં હાજર હતો. તેણે રાજાને કહ્યું મહારાજ મેં આપને કાલે વાત કહી હતી તે ખોટી પડી. આ કાસદ ને આ રંડીના જેવાં દુષ્ટ જગતમાં બીજાં નહીં હશે. રાજા કહે ખરું એ ચંડાળોને એનાં ખોટાં કરમને યોગ્ય શિક્ષા કરીશ. હે ચંડાળો તમારે શું કહેવાનું