પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
सासुवहुनी लढाई
 

છે ? કાસદ ને બાઈ બોલ્યાં કે મહારાજ તમે પ્રભુ છો, માબાપ છો અમે વગર વાંકે માર્યા જઈએ છીએ. આ બધું અમારા દુશમનનું તરકટ છે. રાજા કહે નહીં નહીં તમે જુઠાં છો. બોલ જેસંઘ તારો પુરાવો શો છે. તે વેળા જેસંઘે અજમેરના મોટા વેપારીઓના કાગળ રજુ કર્યા, ને ત્યાંના બે શાવકાર જયપુરમાં પોતાને કાંઈ કામે આવ્યા હતા તેમની શાક્ષી અપાવી. રાજાએ પહેલેથી ઠેરવ્યા પ્રમાણે કાસદને સજા કરી, સ્ત્રીનું નાક વાઢવાનો હુકમ કર્યો, ને જેસંઘના સ્વાધિનમાં જપત કરેલો સઘળો માલ આપ્યો. જેસંઘે કરગરી પડી હાથ જોડી અરજ કરી કે મહારાજ મારી માતાનું નાક ન કપાવો તો હું તમને એક હજાર રૂપીઆ એની ગુનેગારીના આપું. રાજાએ તે વાત કબુલ કરી. પછી જેસંઘ માને લઈને અજમેર આવ્યો. તેર હજાર કાસદ લઈ ગયો હતો તેમાંથી તમામ ખરચ વગેરે કરતાં વીશ હજાર જેસંઘને હાથ આવ્યા તે વડે વેપાર કરતાં બહુ ધન કમાયો. એની માએ એક વરસ સુધી કોઈને પોતાનું કાળું મોહો દેખાડ્યું નહીં. પછી એના છોકરાની સલાહથી તથા લોકલાજથી આરજા થઈ.”

હરિનંદ – કાસદનો તો મુવેજ છુટકો થયો હશે તો.

ગંગાશંકર – ત્રણ મહિના પછી તેનાં સગાંવહાલાંએ સો રૂપીઆ કારભારીને આપ્યા, ને પાંચશે રાજાને આપી માફી કરાવી છોડાવ્યો.

હરિનંદ – પેલા કાણા કવિને પરઠણ કરતાં વધારે મળ્યું હશે.

ગંગાશંકર – અલબતે જેસંઘે તેને ખુશી કર્યો, ગુણકાએ ઈનામ આપ્યું, ને રાજાએ શિરપાવ આપ્યો ?

હરિનંદ – રાજાએ શા સારૂ આલ્યો ?

ગંગાશંકર – ગપ્પો મારવાને સારૂં. ગુણકા વડે તેને રાજા જોડે ઓળખાણ થયું હતું. આપણા કવિઓ અને ભાટ ચારણો પોતાના નીચ સ્વાર્થને માટે રાજાનાં તથા હરેક મોટા આદમીનાં જુઠાં જુઠાં વખાણ કરી ઘણી ખરાબી કરે છે. એમના બેવકુફી ભરેલા જુઠાણથી થયેલી નુકસાનની વાતો કોઈ બીજે પ્રસંગે કહીશ. એ કાણાને લોભનો પાર નહોતો. કવિતા ઠીક બનાવતો તેથી એના દુર્ગુણોથી અજાણ્યાં ગિરિ લોક એને માન આપતાં. જે દિવસે રાજાએ જેસંઘ અને કાસદનો ન્યાય કર્યો તે દિવસે રાત્રે કવિશ્વર કેટલાંક નવાં કવિત ને એક ગરબી જોડી દરબારમાં ગયા. એ કવિતામાં રાજાને ધર્મરાજાની પર ઉપમા આપી હતી. ગરીબ ને ધનવાન સર્વેનો ઈનસાફ ફુટી બદામ