પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
सासुवहुनी लढाई
 

આજ રાંડને મારી નજરે ફકીરના તકિયામાંથી નિસરતી દીઠી. એની રાંડ મા એને ભમાવે છે, ને બગાડે છે. છોકરાં જોઈએ છીએ માટે કેટલા દોરા ને ચીઠીઓ કરાવી છે, પારવિનાની બાધા રાખી છે; પથ્થર એટલા દેવ કરી ચુકી; જે ધુતારો આવે છે તે પૈસા લઈ જાય છે; હું તો કાયર થયો છું મા. પેલો સાળો ભુવો ભૂત કાઢવા આવવા લાગ્યો છે ત્યારથી એ લત પડી છે.

હરિનંદે પૂછ્યું મોટાભાઈ, ચૌટામાં જુમામસીદની પડોસમાં તકિયો છે તેમાં ભાભી ગયાંતાં ? એમાં કોઈ નવો ફકીર આવ્યો છે એ બહુ લુચ્ચો કહેવાય છે. રૂપેરંગે કાંઈ સારો નથી, ને સારેવાને નથી, પણ બોલવાની છટા જબરી છે. એ સાળો ઘણાં બઈરાંને છેત્રે છે. એ બધી વાતે પુરો છે. સારા ઘરની સ્ત્રીઓએ એની કને ન જવું જોઈએ.

વીજીઆનંદ કહે ખરૂં, જોઉંતો ખરો હવે બીજીવાર છે ત્યાં કેમ જાય છે. ફરીને જાયતો પગ વાઢી નાખું.

તો એ સાંભળી ડોસી ગોદડામાંથી માથું બહાર કાઢી મોહો મરડી બોલવા જતી હતી એવામાં સુંદર પાણી લઈને આવી તેથી છાની રહી.

પાણીઆરા પર ગાગર ને ઘડો જેવાં મુક્યાં કે હરિનંદ પાછળથી જઇને થડાથડ ટપલા ને લાતો મારવા મંડી ગયો. વિજીઆનંદે આવી ઝાલી લીધો ને દૂર ખસેડ્યો. આવડું આકળાપણું શું, તે કહે, મારા જેવી પ્રપંચી મળી હોત તો તું કોણ જાણે શું કરત. હરિનંદ કહે એ વાત શી ! વીજીઆનંદ કહે વારૂં વારૂં જાણ્યું, જા તારું કામ કર; ચાલ જઈ લુગડાં ઉતારીએ. બંને ભાઈ મેડીએ ચડ્યા પછી કમળા નણંદ મોટું મોહો ચડાવી તબડકો કરી બોલ્યાં “ભાભી આતે વાર શી, જુવો તમે ક્યારનાં ગયાંતાં, હું અભડાએલી છું ને ઘરમાં બીજું કોઈ નથી તે તમે જોઈને ગયાંતાં !” સુંદરે રીસમાં ઉત્તર આપ્યો કે એમ લડાવી નો મારીએ, જુઠું ભરાવીને. શી વાર થઈ ? ચાર ઘડીએ નથી થઈ, હમણાં ગઈ હતી, અંબામાશી ઓટલે બેઠાં હતાં તેમણે અધઘડી બેસાડી એટલી વાર થઈ.” નણંદ બોલી, અંબામાશીએ તો નહીંને પેલી તમારી અંબાગવરી આખા દેશનો ઉતાર છે તેણે બેસાડ્યાં હશે. સુંદર કહે શાને મારી અંબાબેનને વગોવો છો, "પોતાનાં હોય તેને કહીએ, પારકાને ના કહીએ.” એટલે ગોદડામાંથી સાસુજી બોલ્યાં, “ઓહો આતે શો મરડાટ !' એવામાં વીજીઆનંદે આવી એ શબ્દજુધ અટકાવ્યું.

આ શરૂઆત થઈ તે દહાડે દહાડે વધતી ગઈ, અને તેનાં પરિણામ અત્યંત