પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૨૩
 

શોકકારક થયાં. કુપાત્ર સાસુ ને નણંદ બિચારી સુંદરને એક દિવસ જંપવા ન દે. અંદરનો ખરો ભેદ પારખવાની પોંચ હરિનંદમાં નહતી. ડોસી તાવનો ઢોંગ કરીને હોડીપોડીને ધ્રુજતી સુતી ને સુંદર બપોરની બારણે ગઈ એમ તેને જુઠું સમજાવ્યું તેની જરાએ તજવીજ કરી હોત તો સત્ય અસત્ય માલમ પડત. એમ ન કરતાં તેણે કપટી માબેનના કહેવા પર ભરોસો રાખી સ્વપત્નીની વાત જરાએ સાંભળી નહીં. ત્રણ દહાડા સુધી તો તેની સાથે ભાષણ જ ન કર્યું. પછી બોલ્યા વગર તો ચાલ્યું નહીં, પણ એ બોલવામાં ધુલ પડી સમજવું, એના કરતાં ન બોલતો હોત તો સારું. મીઠું વચન તો એકે કહે નહીં, હરરોજ તેને ને તેની મુએલી માને મનમાં આવે તેવી ગાળો ભાંડે, ને છાસને વારે તેનાં હાડકાં ભાગે. ગંગાશંકરની શિખામણની વાત સાંભળીને રાતે આવતો હતો તે વેળા તેણે જે ઘાંચણને માર્ગમાં રડતાં કકલતાં જોઈ હતી તેનો દીકરો એના શેઠના ઘરનો ઘાંચી થયો હતો. એક વખત હરિનંદને તેની સાથે મળવું થયું એની મા જોડે લઢાઈની વાત પુછી તે પરથી ઘાંચીએ કહ્યું, એ લઢાઈ કરાવતી હતી, તે બાયડીને મેં કાઢી મુકી છે. પહેલાં તો મને માનો વાંક લાગતો હતો, પણ પછીથી જણાયું કે તે બીચારી કાંઈ બોલતી નહોતી. એ રાંડ બાયડી એને હેરાન હેરાન કરતી હતી. હરિનંદે એ પરથી વિચાર્યું કે જગતમાં વહુ માત્ર ખરાબ ને સાસુને દુભનાર છે. એ વાત તેણે તેના ભાઈ આગળ કરી. ભાઈએ કહ્યું મારો મત એ છેકે બધી વાતમાં એમ હોતું નથી, કોઈને ઘેર સાસુનો વાંક હોય છે ને કોઈને ઘેર વહુનો વાંક હોય છે એટલું જ નહીં પણ ઘણું કરીને વહુ કરતાં સાસુ વધારે અપરાધી હોય છે. મેં કહેવત નથી સાંભળી કે 'સાસુ ભાગે તે ઠીકરાં ને વહુ ભાગે તે કલેડાં'. સ્ત્રી ભુંડી હોય ને વર તેને વસ પુરો હોય, એટલો કે બીલકુલ તેના કહ્યામાં રહે, ને ઘરનો ખરચ ચલાવતો હોય ત્યારે સાસુને દુખ પડે છે; પણ તેમ કોઈને જ હોય છે. બેત્રણ છોકરાંનો બાપ થાય ત્યાં સુધી ઘણું કરીને પુત્ર માના તેજમાં અંજાયો રહે છે, કેમ કે તેણે તેને ઉછેરી મોટો કરેલો ને લાડ લડાવેલાં; એની મા દુષ્ટ હોય તો વહુવારૂને મેણે મેણે ટુંપી નાખે છે, ને અનેક યુક્તિએ પીડે છે. એ દમવામાં નણંદ પણ મળેલી હોય છે. વખતે વહુને ખાવા લગી નથી આપતાં, અથાણુ, શાક, પાપડ, ઘી, વગેરે પોતે ખાય, ને તેને ફક્ત સુકું ધાન કે રોટલા તેલ ચોપડી આપે, વગેરે ઘણીક રીતે હેરાન કરે, જુઠાં આળ ચડાવે ને વગોવે. કેટલીક વહુ સામી થાય છે, ને કેટલીક જાણે મુનીવરત લઈ બેસે છે. તે એ વાત સાંભળી તો હશે, એ ખરી નહીં હોય પણ લોકમાં