પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
सासुवहुनी लढाई
 

ચાલે છે કે દમડીની રાઈ સારૂ વરવાડ થઈ તે પરથી વહુને એની સાસુએ બે દહાડા જમાડી નહીં, ત્યારે ત્રીજે દહાડે તેણે રોટલીઓ ચોરી ખાધી તે પરથી તેને (વહુને) કુવામાં નાંખી.

'દમડીકી રાઈ, સાસુ વહુની લડાઈ;
આધી રોટી ચોરાઈ, ખુણે બેઠકર ખાઈ;
સાસુ મારવા ધાઈ, વરે કુવામાં ગીરાઈ.”

હરિનંદ હસ્યો ને કહ્યું એ કોઈ મશકરાએ જોડ્યું છે. મા, જનેતા, જેણે આપણને આ ભૂમિપર જન્મ આપ્યો ને મહાકષ્ટ વેઠી મોટા કર્યા તે પહેલીને પછી વહુ. મા બીજી લાવી શકાય છે ? વહુ તો એક મરે ને બીજી આવે. આપણી નાગરની નાતમાં પૈસા ખરચવા પડે છે; આ સાઠોદરા, વીસનગરા, ઔદીચાદિઓમાં તો ઉંચકુળ હોય તો ઉલટી સામી પૈસા લાવે છે. વહુ આપણી દાશી છે, લુંડી છે, ગુલામડી છે, એ મુરખી કોણ થાય છે. હવે જોઉ તું તારી વહુને ફકીરને તકીએ જતી કેમ અટકાવે છે ! હું મારીને બેસ કહું તો બેસે ને ઉઠ કહું તો ઉઠે, પાણી પી કહું તો પીએ ને ના કહું તો ના પીએ. મરદ તે અમે. એમ એમ કહી મૂંછ ઉપર હાથ ફેરવ્યો, ને બોલ્યો મારા કહ્યા વગર એનાથી ડગલું ભરાય શું !! એ જુસ્સા ભરેલા બોલથી વીજીઆનંદને મનમાં માઠું લાગ્યું.