પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૨૭
 

સુતેલા કે જાગો, પાનનાં બીડલાં તે વાળી વાળી આપો. સુનાના ટાચકડા ને હીરલાની દોરી, હું તમને પૂછું મારી મોડાંતીરે ગોરી, તમારી માડીએ શી સાધર પુરી. બાર વરસનો બાવટો ને તેર વરસનાં તેલરે, તાંડલીઆની ભાજીને અરંડીએ વઘારી, (તાંજળજાની ભાજીને માંહી ઝાઝાં મીઠાંરે) તે ખાઈ ધેણ ઓટલે સુતાં; (તેરે ખાઈ ધન ઢોલીએ સુતારે) રાતના ચાર પોહોર હગી હગી તુટ્યાંરે. માડીના જાયા સુતેલા કે જાગો, હઘવાના લોટા ભરી ભરી આપો. કાંહાં જાઉ કાંહાં જાઉં રાત અંધારી, બારણા પછાડીરે ખણાવો ખાઈ, તેરે ઉસડશે મારો માડી જાઓ ભાઈ. ઈત્યાદી. લીલડા ગજીની કોથળી મારી રે, ધેણના સસરાજીએ હરખે સીવાડી, ધેણની સાસુજીએ ભરતે ભરાવી, ધેણની નણંદે ઘુઘરી મુકાવી, ધેણના સ્વામીજીએ રૂપીએ ભરાવી. ઓસીસે મેલી ધેણ પાંગતે જુવે. કોથળી ન જડેને ઢુસકે રૂવે. કોથળી કોથળી શું કરી બાળારે, કોથળી જાશે ત્યારે થાશે મોસાળાંરે. અમદાવાદ જાશે ત્યારે મોસાળાની ત્રેવડ થાશે. કોથળીમાં હતી ચાંગળું મેસ, કોથળી લઈ ગઈ ધેણની ચંદાબેન ભેંસ, કોથળીમાં હતી રે એક બદામ, કોથળી લઈ ગયો ધેણનો મનસુખભાઈ હજામ. ઈત્યાદી.

દક્ષણ દેસથી ચાંદોરે આવ્યો. રાજનગરમાં ગવાયોરે.
એરે ચાંદલીઆના ઝાકમ ઝોળા, લોની મોડાંતી મુખ રોળારે.
જ્યારે રે રવિનારાયણ જાઈયા, એની માડીએ માંડ્યા જાગરે.
ધરણીએ પગ દઈ જાઈઆ, નીછટે વધેર્યાં નાળરે,
પાણી સાથે દુધડે*[૧] નવડાવીઆ, તો ચોખા સાથે મોતીડે વધાવ્યા રે.
ભમર પારણીએ પોહોરાડીઆ, શાલ દુશાલા ઓરાડ્યારે.
અવાસે પાલણીઆ બંધાવીઆ, હીંચોળે તે ઉજમ માસીરે.
જોશીને જનોઈ પહેરાવી, વિપ્રને દીધાં દાનરે.
બેનરે કોકા દઈવળ્યાં, મહીઆરીએ પાડ્યાં નામરે.
જ્યારે મોડાંતી જાઈ, એની માંડીએ છાંડ્યા જાગરે.
ચુલે પગ દઈ જાઈ, દાતરડે વધેર્યાં નાળરે.
પાણી સાથે મુતરે નવડાવીઆં, ચોખા સાથે ઈએળે વધાવીયાં રે.
ટુટી ખાટલીએ પોરાડીઆં, ફાટાં મસોતાં ઓરાડ્યાં રે.
અગાસે પાલણીઆં બંધાવીઆં, હીંચોળે તે સઘળા કાગરે.


  1. *નવરાવીઆ એમ ડ ને બદલે ૨ થાય છે. સુરતમાં ધવડાવુંને અમદાવાદમાં ધવરાવવુ, ખવડાવવુંને ખવરાવવું, ઈત્યાદી. આ પુસ્તકમાં એવો ફેર જણાય તે વાંચનાર સંભાળી લેશે.