પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૩૧
 

વહુવારૂ ઉપર આટલું હેત, આટલી માયા રાખે છે ! વહુવારૂ એ પ્રમાણે પંડે પીડા સોસે છે, અને નઠારી સાસુનું સીખી પોતાનો વારો સાસુ થવાનો આવે ત્યારે તેવીજ થાય છે.

"લીલડા ગજીની કોથલી મારીરે ધેણન ના સસરાજીએ હરખે સીવાડી, ધેણની સાસુજીએ ભરતે ભરાવી, ધેણની નણંદે ઘુઘરી મુકાવી, ધેણના સ્વામીજીએ રૂપીએ ભરાવી,” વરસમાં એક કાપડું કરાવે નહિ એવાં સાસરીયાં ઘણાં છે. કાંચળીને સાલ્લો બાપને ઘેરથી લાવે ત્યારે વહુવારૂ પહેરે, ને ગીતમાં જુઠાં લાડ. ભોજાઈનું હોય તો લઈ લે એવી નણંદ તે કોથળીએ ઘુઘરી કેમ મુકાવી આપે ?

સોએ સીતેર સીમંતમાં ધેણનો ધણી બાળક હોય છે ? શાળે ભણતો હોય છે. નાના છોકરામાં રમતો હોય છે, કમાણી તેને હોતી નથી, બાપની ઉપર તેનો સઘળો આધાર હોય છે, માની સોડમાં ભરાઈને બેસે છે.અને તેની સીખવણી પ્રમાણે ચાલે છે. જાતે વીચાર કે તજવીજ કરવાની તેનામાં શક્તિ નથી હોતી. તો કોથળી રૂપીએ ક્યાંથી લાવીને ભરે ? શક્તિ હોય ને કદાપિ ભરે તો તેની માના ગુસ્સાનો પાર નહિ.

"ધેણ ભૂખ્યાં અંન ન ભાવે, ધેણને સુતાં સમણાં આવે.
ધેણ બેઠાં પીયુની પાસે, બેઠાં પાસે ને વળગ્યાં વાતે.
વાતો કરતાં તે રાડેલાગ્યાં, પીયુડા અંગુઠી ઘડાવો.

કહોતો ગોરી લકાંઘઢ વાહાણ પુરાવું, તાહાંથી સોનાંરે અણાવું; તેની અંગુઠી ઘડાવું. કોહોતો ગોરી હીડમચઘઢ વાહાણ પુરાવું, તાંહાંથી હીરારે અણાવું; તેની અંગુઠી જડાવું. કોહોતો ગોરી સીંઘઢ વાહાણ પુરાવું, તાંહાંથી મોતીરે અણાવું, તેની અંગુઠી પ્રોવડાવું. અંગુઠી આવી માજમ રાતે, મોડાંતીએ પહેરી સપરભાતે. અંગુઠી પહેરીને દાતણ કરવા બેઠી, તાહાં ગંગાબેન નણંદીએ દીઠી. ભાભી અંગુઠી ક્યાંથી લાવી, એણે કોણેને ઘડાવી, કોણેને જડાવી, કોણને પ્રોવડાવી. એતો મારી માડીએ ઘડાવી, એતો મારી ફોઈએ જડાવી, એતો મારા વીરાએ પ્રોવડાવી, એતો મારી ભાભી મોસાળામાં લાવી. જુઠીરે ભાભી જુઠડીઆં સાનેરે બોલો, એતો મારા બાપજીના દ્રામ, છાનાં મારા વીરાજીનાં કામ. માથા પાછળ ફેરવીને મોડા આગળ આણી જેમ તેમ કરીને બાપની ઈજત વધારી.”

જુવો આ ગીતમાં કેવું મજાનું હાશ્ય છે. ઘણું કરીને નાનકડો પીયુ હોય છે, તેની જોડે સાસુ નણંદે પ્રીતી થવા દીધી હોય તો બે ઘડી મીઠી વાતો કરે કેની ! પીયુની પંડની કમાઈ નથી, બાપને નાણે છાનામાના વહુને વીંટી કરાવી આપે છે ને બડાઈ કેટલી કરે છે. અંગુઠીને સારૂ વાહાણ ભરીને સોનું, હીરા