પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
सासुवहुनी लढाई
 

છો કરતા પણ સાહેબ મારી આટલી અરજ સાંભળો.” એમ તે કહે છે એટલામાં પેલો મશકરો મુનીમ આવ્યો તેણે કહ્યું, અલ્યા તું તેને પાલખીમાં બેસાડી ચંઉટામાં ફેરવે તો શેઠ ઘરેણાં આપે. હજામે તે કબુલ કર્યું.

ટોપલો ભરીને શેઠે ઘરેણાં આપ્યાં પણ તે હજામડીઓને પહેરાવતાં ન આવડે, ક્યું ઘરેણું ક્યાં શોભશે, અને કેટલું શોભશે તેની સમજણ નહિ તેથી ઉપરા ચાપરી બધું પહેરાવી દીધું. લુગડાંના ઉપલા છેડાની હમેલ કરીને માથાથી તે કેડ સુધી તમામ અંગ ઘરેણે ઢાંકી દીધું. આંખો, નાક, કાન, ગાલ, હોઠ કે ધડ કાંઈ દેખાય નહિ. ધણ બીચારી બુમ બુમ પાડે. તેને ઉંચકીને પાલખીમાં નાખી ત્યારે ભોઈ આડા થઈ કહેવા લાગ્યા કે અમે તો ગાંયજીને ન ઉપાડીએ. કચરે પાઘડી ઉતારી, અને મુનીમે પાઘડી ઈનામમાં આપી તે વારે ભોઈએ પાલખી ઉચકી. બજારમાં હજારો લોક જોવા મળ્યા. બાવડી ચસકી, બાવડી ચસકી, કરી બુમો પાડે. એમ ચૌટામાં મશકરી થઈ પણ ગાંયજાની નાતમાં તેની નામના થઈ ગઈ. હજામો કહે કચરાભાઈ તમે ખૂબ વાઘ માર્યો, કોઈ ધેણે આગળ આટલું બધું જેવર પેહેર્યું નહોતું.' વાઘનામ પડવાનું કારણ એ.

ચુલાશંકર ગોરને ઘેર જઈ કચરો મુછે તા દઈ રોજ બડાઈ મારે તે સાંભળી ગોરાણી ખીચડીવહુનું મન લોભાયું. એવામાં એની હોલાલખમી નામે દીકરીની અઘરણી આવી.

ચંદા – દવે તમે એમ ઠઠ્ઠા શું કરતા હશો. એવાં નામ તે આપણી ન્યાતમાં હોય ?

દવે – તમારે નામ સાથે કામ છે કે વાત સાંભળવી છે. ખીચડી વહુના કહેવાથી ચુલાશંકર ઘરેણાં માગવા શેઠ કને ગયા, અને ગોરાણી શેઠાણીની પાસે ગયાં. શું અમે ગાંયજાથી એ ગયાં એમ બોલી તેમણે કરગરી જે જે માગ્યું તે સઘળું તેમને શેઠે આપ્યું. પાલખી પણ આપી. હોલા લખમીને વાઘ બનાવી બજારમાં ફેરવી. લોક હાલ જેમ હાંસી અને તિરસકાર કરે છે. તેમજ ત્યારે પણ કરતાં, પણ નિર્લજ નાતને સાન ન આવી. ચુલાશંકરનું જોઈને હુંઠા ત્રવાડીની છોકરીને વાઘ કરી, તેનું જોઈને કુબડા પંડ્યાએ કરી, અને પાષાણનંદે કરી; એમ આખી નાતમાં એ બેવકુફાઈ દાખલ થઈ ગઈ તે અદ્યાપિ જારી છે.

ચંદા – ત્યારે ગાંયજાની નાતમાં કેમ દાખલ થઈ નહિ ?

દવે – તેમને એટલાં આખાં ઘરેણાં કોણ ધીરે ? કચરાના જેવા શેઠ બધાને