પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૩૯
 

સમજે છે કે દાગીનામાં નાણાં રોકવા તે નુકશાનકારક છે, અને પહેરનારની બુદ્ધિ ઘરાણાથી નીચ થઈ જાય છે, તેથી માણસ આળસુ થાય છે, અને અમૂલ્ય વખત ગુમાવે છે. મોટો અકબર પાદશાહ અને તેની બેગમ સાહેબને કાંઈ ખોટ હતી ? વરસે ૪૦ કરોડ રૂપીઆની પેદાશ હતી, તથાપી જુવો તે કેવાં સાદાં હતાં. તેઓ પોતાના અંગને રત્ન કે સુવર્ણના દાગીનાથી શોભાવતાં નહિ, પણ પોતાના રૂડા ગુણોએ કરીને સોહાવતાં. બીજા સાદા પાદશાહના તથા સાધારણ ગૃહસ્થોનાં ઉદાહરણ જોઈએ એટલાં આપી શકાય. આપણા ગામના હાકેમ અને તેમની બીબી કેવાં સાદાં છે; જ્યાં સદાચરણ ને સુજ્ઞાન હોય છે ત્યાંથી જુઠી મોટાઈ નાશી જાય છે. જુવોને અમારા જજમાન, અને જજમાનથીએ વધારે, વાસ્તવિક કહું તો એ મારા ગુરૂ છે, કેમકે સદઉપદેશ હું એમની કનેથી પામ્યો છું, એ સુજ્ઞ નાગર ગૃહસ્થની ને એના કુટુંબની સાદાઈ કેવી છે તે તમે જાણો છો. એઓ આ પ્રાંતના મોટા ન્યાયાધિશ છે. એમને સરકારથી મોટો પગારને ઘરની જાગીરો છે તથાપિ પોતાને ઘેર લગ્ન હતાં ત્યારે પણ કોઈના દાગીના એઓ માગી લાવ્યા ન હતાં. ચાહેતો પોતે જોઈએ તેવા કરાવી શકે એવા છે, પણ ઝાઝો પૈસો એમાં રોકતા નથી તે શું ગાંડા હશે ? એમની પદવીને ઘટે એટલાં દેશની રૂઢીને લીધે ઘરમાં રાખ્યાં છે; તે સ્ત્રીઓ પ્રસંગોપાત પહેરે છે; તે થોડાં પણ સુંદર ઘાટનાં છે. મારી પદવીને શોભે એવાં, સારા ગજાને માફક મારી કમાઈ પ્રમાણે મારા ઘરમાં જેવર છે તે પહેરાવશો એટલે બસ થશે. મારા જજમાન પ્રીતમલાલજી નાગર મેહેતા, આપણી નાત છે તેઓ કરે તેમ આપણએ કરવામાં શી નાનમ છે ? કાંઈ નહિ.

ચંદા – તમારી તો બધી સુધારાની વાત. મારી તારાએ તમારા જેવી થઈ ગઈ છે. દુનીનો લાવો શું ના લઈએ ?

દવે – દુનીઆંનો લાવો તમે શાને ગણો છો ? વાઘ થવું એ ગધાડી થવા બરોબર છે, એટલી મુર્ખાઈ એમાં છે, તોપણ આ ગામના વડનગરા નાગર એને લાવો ગણે છે; વીસનગરા, સાઠોદરા, ઓદીચ મોડાદિક બ્રાહ્મણો, વાણીઆ, કણબી એ કોઈ એને લાવો કહેતા નથી. એક નાતમાં લગ્નને દહાડે વરની માએ ધેડીને વેશે હાથમાં સુપડુંને સાવર્ણો લઈ કન્યાના બાપને બારણે જઈ વાસીદુ વાળવાનો ચાલ છે, ને તેને તે