પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
सासुवहुनी लढाई
 

છે. માટે તમારી કને આવી છું. મે ઘણાનાં ઓસડ વેસડ કર્યા પણ કાંઈ વળ્યું નહિ. ચીઠી, દોરા, બાધા, માનતા, કશું ફળ્યું નહિ.

દવે – હીરાલાલ દેસાઈની વહુને તેણે ત્રણ વરસ સુધી દવા કરી, અને સેંકડો રૂપીઆ ખાધા પણ કાંઈ ફળ થયું નહિ. ઓસડનાં મોટાં મોટાં નામ દઈને અને તેના કલ્પીત ગુણ કહીને મીયાં ઘરાકોને રાજી કરે છે. બીજું તો એની પાસે હું કાંઈ દેખતો નથી. પેલો હોરો છે. તે પણ એવો જ છે.

ચંદા – ત્યારે કાંઈ અનુષ્ઠાન, જપ, કે કોઈ દેવની પુજા બતાવો તે કરું કે મને સંતાન થાય. મેં તો ઘણીએ બાધા આખડી ને માનતા રાખી, વરત કર્યાં, જોશીના કહ્યા પ્રમાણે ગ્રહદાન કર્યો, પણ હું અભાગ્યણી વાંઝણીને વાંઝણી રહી, મારો ખોળો ખાલી રહ્યો; મેં પાપણીએ આ ઓછંગે બાળકને રમાડ્યું નહિ; હું એક છઈએ ધરાઇશ. એમ નીચું જોઈ કેહેતાં ના તેની આંખોમાં નીર ભરાયું, ને વધારે બોલી નહિ.

દવે – ચંદાગવરી તમારું મન શાંત કરો. જ્યાં સુધી તમારું હૃદય શાંત અને સાવધ નથી ત્યાં લગી મારું કહેવું તમારા લક્ષમાં આવશે નહિ. સંતાન થતાં નથી એમાં તમારો પંડનો કાંઈ વાંક નથી. આ જગત ને આખું વિશ્વ અમુક નીયમોથી ચાલે છે. એ સૃષ્ટીના નીયમો માણસથી પુરા સમજાયા નથી, ઘણાક બીલકુલ જણાયા નથી. એ નીયમો સર્વ શક્તિવાન જગત કર્તાએ રચ્યા છે, અને તેને ફેરવવાને બીજો કોઈ સમર્થ નથી, માટે મીથ્યા ફાંફાં શાને મારો છો. અજ્ઞાન સ્ત્રી પુરષોને ભમાવવાને, અને તેમનાં મન મનાવવાને, અને પોતાનો નીર્વાહ કરવાને, જાણે અજાણે, અજ્ઞાનથી, વહેમથી, અને કપટથી કેટલાક ભોળા કે ધુતારા માણસોએ અનેક દેવ-દેવીઓ અને તેઓની મુરતી, વૃત્તાદિક કલપ્યાં છે; એ દેવોને, લોભ, વ્યાભિચારાદિક દુરગુણોથી ભરેલા, અને હસવા જેવા વિવિધ સ્વરૂપના તથા માણસમાં અવતરેલા ઠરાવ્યા છે. શુરા કે ચતુર રાજાઓને પરમેશ્વર કહી પુજાવે છે, ને તેમના ચમત્કારની મોટી ગપ્પો ચલાવે છે. દેવ શું લાંચી છે કે પૈસા લઈ કામ કરે, ભુખે મરતા છે કે ખાવા માટે તમે માગો તે આપે; તમે લાંઘવા બેસોને ચંદન ફુલ ચડાવો તેથી સૃષ્ટીના ધારા ફેરવે ? ભવઇઆ આ નકલ કરે છે કે એક લોભીઆ મુરખે હનુમાનની માનતા રાખી કે જો મને સો રૂપીઆ આપેતો હું