પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૪૩
 

તને પૈનું તેલ ચડાવું. કપીરાજે જવાબ દીધો કે અલ્યા પૈના તેલ સારૂ તને સો રૂપીઆ આપું તે કરતાં હુંજ સો રૂપીઆનું તેલ લઈને તેમાં ડબકાં ખાઉને, શું મને પાઈનું તેલ નહિ મળતું હોય તો તમે અંબાજીને ચુંદડી કે પીરને ચાદર માનો છો તે શું તેમને નહિ મળતાં હોય ? રણછોડજી શું ભીખારી છે ? તેઓ શું કોઈ શરસ્તેદારો અને કોઈ અમલદારો જેવા લાંચીઆ છે ? દેવને ખાવું જોઈએ, પીવું જોઈએ, નાહવું જોઈએ, સુવું જોઈએ, સ્ત્રી છોકરાં, ઘરેણાં, ઘરબાર અને સેવા કરનારા ચાકરો જોઈએ, તો તેઓમાં અને માણસમાં ફેર શો. માણસોથીએ ઉતરતાં કેમકે ખાવાનું મુકો પણ ખવાય નહિ બેસાડો તાંહાંથી કે સુવાડો તાંહાંથી પોતાની મેળે ઉઠાય નહિ, મંદીર કે દેરાસરમાં તે બાપડાને કેદ કરી રાખો. છોકરાં ઢીંગલાને રમાડે છે તેમ તમે દેવને રમાડો છો. તમે કેટલાં વરસ થયાં અગીઆરસ, શીવરાત, સોમવાર, પ્રદોશ, ગણપતીચોથ વગેરે વ્રત્ત કરો છો પણ તમારા મનની શાંતી થઈ નથી. ખરો ભક્તિભાવ આવ્યો હોય તો આમ સંતાપ ન કરો. તમે કેટલાં વરસ થયાં ગણપતીને પુજો છો ને તેની કાણી કોહો છો. 'ધનદે ધાન્યદે પુત્ર સંતાનદે' ઈત્યાદિ એ કહાણીમાં છે, ને તમે તે માગો છો.

ચંદા – આપણે જોઈએ તે દેવ કને ન માગીએ તો કોની પાસે માગીએ?

દવે – દેવ પાસે માગવું, પણ તે કેવી રીતે ? વિનંતી, ઈશ્વરની નજરમાં યોગ્ય હોય તો સ્વીકારે એવા વિચારથી. છોકરાં માબાપ કને માગે છે પણ છોકરાં નાદાન માટે સારૂં નઠારૂં, ગુણ કરશે કે અવગુણ કરશે, ફયદો થશે કે ગેરફાયદો થશે તે સમજતાં નથી, માટે માબાપના વિચારમાં ઠીક લાગેતો આપે, ને ન ઠીક લાગેતો ન આપે. પરમેશ્વરની પ્રાર્થના કરી સંસારનાં સુખ માગીએ ને તે ન આપે તો એ સંતોષ રાખી રાજી રહેવું, અને તેની ભક્તિ સદા સરખી રાખવી, પ્રેમ ઓછો કરવો નહિ. એ આપણાથી, બધા માણસથી, વધારે જ્ઞાની છે વધારે ડાહ્યો છે, માટે તેની નજરમાં આપણે માટે જે રૂડું લાગશે તે આપશે. આપણા મહાપીતા વિશ્વપાલકે તમારી વિનંતી નથી સ્વીકારી તેનું કારણ આપણાથી સમજાતું નથી, પરંતુ તે તમને લાભકારી છે એવો દ્રઢ ભરોસો રાખી મનનો પરીતાપ કાઢી નાખો. પતીવ્રતા ધર્મ સાચવી રેહેશો તો તમારૂ કલ્યાણ થશે. “કોનાં છોરૂ ને કોનાં વાછરૂ, કોનાંરે માં ને બાપ; અંતકાળે જાવું