પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
सासुवहुनी लढाई
 

એકલાં, સાથે પુણ્ય ને પાપ” હું તમને વૈરાગ લેવાનું નથી કહેતો પણ સંસારમાં રહીને એ વાત સદા યાદ રાખવાની જરૂર છે એ નક્કી સમજજો; અનેક પીડા માણસ માત્રને નડે છે. પરમેશ્વર ઉપર વિસવાસ રાખી જે થાય તેમાં સંતોષ માની સદાચર્ણ પાળેથી ભવસાગરને તરી શકાય છે, બીજો એકે ઉપાય નથી. ઈશ્વરે જે વાસ્તવિક ઉપાય આપ્યા હોય તે અજમાવવા ને તેથી દુખ ન ટળે તો ધીરજથી સહન કરવું. મીથ્યા તરફડીઆં મારશો નહિ. ભૂલાવામાંથી બહાર નીકળી સત્યમાર્ગે હીંડો;

આ પાના મેં તમારે સારૂ લખી રાખ્યાં છે તે લઈ જાઓ. એ કેમ વાંચવા તે તમને દેખાડું છું. હું બોલું ને તમે પાનામાં જુવો. એ પ્રાર્થના મારે મોઢે છે; વાંચતાં વાંચતાં તમારે મોઢે થઈ જશે. પણ વગર સમજે બબડતાં હોય તેમ, રાંધતાં રાંધતાં, કે બીજું કામ કરતાં આપણાં બઈરાં પાઠ કે સ્તોત્ર ભણે છે તેમ નહિ. એકાંતમાં બેસી, એક ચીત્ત રાખી, અર્થની સમજણ સહિત, ખરા ભક્તિભાવથી વાંચજો. એમાં કહ્યા પ્રમાણે કરવાને સદા પ્રયત્ન કરશો તો તમારો પરીતાપ મટશે. નાહી ધોઈ ચોખાં વસ્ત્ર પહેરી, શુદ્ધ મન કરી, પ્રથમ પરમેશ્વરનું ધ્યાન ધરજો ને મનમાંથી બીજા વિશય કાઢી નાખી એ પ્રાર્થના કરજો. નીત્ય કરવાનો નીયમ રાખજો. સતીધર્મ પાળજો, છળભેદ, કપટ, અત્યાદિક બધા દુરાચાર તજી સદગુણી થવાને આગ્રહી થજો. કંકાશ કલેશ છાંડી ક્ષમાગુણને મનમાં વસાવશો તો સાસુ નણંદનાં મહેણાં મિથ્યા જશે. ઘરનું કામ-કાજ કરવામાં અને ઈશ્વર ભક્તિમાં મન લાગશે તો સુખી થશો ને વખણાશો. એ સઘળી પ્રાર્થના કરવાનો વખત જે દહાડે ન મળે તે દહાડે એમાંથી થોડી કરજો; પણ જેટલી કરો તેટલી ઠરેલા મનથી, ખરા ભાવથી, અને પૂર્ણ પ્રેમથી કરજો૧. [૧]

લલીત છંદ

સકલ વિશ્વના, નાથ રે તમે, શરણ આવિને, વંદિએ અમે,
અલ્પજીવ તે, શું કરે સ્તુતી, ગહન તારી છે, રે પ્રભૂ ગતી ॥ ૧ ॥
નિયત તેં પ્રભુ. જે કિધા હશે, તદનુસાર તો, તે ક્રિયા થશે,
નહિ કદી ફરે, એકરે રતી, ગહન તારી છે, રે પ્રભૂ ગતી ॥ ૨ ॥
જિવ જનો ઘણા, યત્નને કરે, તદપિ આદરયૂં, તારૂં ના ફરે,
અકળ છે પ્રભૂ, તારિરે કૃતી, ગહન તારિ છે, રે પ્રભૂ ગતી ॥ ૩ ॥


  1. ૧. ભોળાનાથકૃત ઈશ્વરપ્રાર્થના માળામાંથી આ સઘળી પ્રાર્થના ઉતારી લીધી છે.