પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૮ મું.

ચંદાએ ઘેર જઈને પોતાની માને કહ્યું કે આજ મારા મનની શાંતિ થઈ, મારા હઈઆનો ક્લેશ ગયો. રવીનારાયણ દવેએ મારા ભવનું દુખ ભાગ્યું. આજ હું એમની પાસે મસ વાર બેઠી ને મારા મનનો બધો ઉભરો કાઢ્યો. વાહવા ! એમણે કેવો સારો રસ્તો દેખાડ્યો છે.

મા – શો દેખાડ્યો મને તો કહે, કાંઈ જપ કે અનુષ્ઠાન છે કે શું છે ?

ચંદા – બળ્યા તમારા જપ ને અનુષ્ઠાન મને નકામી ભમાવી મારી. વળી ઈશ્વરી નીયમ કશાથી ફરતા હશે કે, માડી તું ક્યાં મિથ્યા ફાંફા મારે છે ? મારે તો પ્રભુનો પ્રેમ જોઈએ છીએ બીજું કાંઈ જોઈતું નથી.

મા – તો શું તને દવેજી વેરાગણ કરવા માગે છે કે ? તારે મીરાં થાવું છે? કાશીથી બહુ ભલો જોશી આવ્યો છે. તે દ્વારકા જાય છે. તેની કને તને તેડી જાવાને તારા બાપે હા કહી છે.

ચંદા – ઓળખ્યો, એને ઉતારે મારે ત્યાંથી ગયા હતા. મુવો ઢોંગી ધુતારો છે. જોડે બે રાંડેલી દીકરીઓ છે. નાની વયમાં મરે એવા જમાઈ વેરે છોકરીઓને પરણાવી ત્યારે એની વિદ્યા ક્યાં ગઈ હતી ?

ચંદાગવરીએ એ વાત પોતાના ભરથારને કહી અને તે રાજી થયો. પણ બાઈની મા માસી નીત્ય તેની પાછળ લાગ્યાં રહ્યાં, અને તેની સાસુ નણંદના ઠોક જારી હતા તેથી તેનું મન ફર્યું. લાલચ, કુસંગ અને સંતાપનારાંથી ઘેરાયેલી અબળાની બુદ્ધિ ફરે તેમાં નવાઈ નથી. સારી સોબત વના પુરૂષના વિચાર દ્રઢ રહેતા નથી તો સ્ત્રીના ક્યાંથી રહે માટેજ સારનો સંગ કરવો એ મોટીવાત છે. સારી મંડળીમાં બેસવું જરૂરી છે. ચંદાની આસ્તા પેલા ફકીર ઉપરથીએ ઉઠી ગઈ હતી તે તેની મા માસીએ ફરીને આણી.

રવીનારાયણ દવેનો એક મીત્ર નામે લાલભાઈ ચંદાના પીએરના થડમાં રહેતો હતો. ચંદા અને તેની મા વચ્ચેનો સંવાદ તેના સાંભળવામાં આવતો. વચમાં એક ભીંતનો આંતરો હતો. એ ભીંતમાં એક જાળીયું હતું ત્યાં ઉભા રહેવાથી મોટેથી બોલેલું સંભળાતું. તારાની ગોડે ચંદા સુધરેલી થાય તે તેની માને ગમ્યું નહિ. દેવદર્ષણ ન જવું, વ્રત ન કરવાં, આચાર વિચાર મળે નહિ ધ્યાન કરવા બેસે ત્યારે જાણે જોગીરાજ.' એમ તેની મા તારા ઉપર બડબડતી. તારાને તો નીત્યનો સારો સંગ તેથી મા માસી જોડે વાદમાં પુરી પડે, ને ચંદાને માત્ર એક