પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
सासुवहुनी लढाई
 

દિવસનો બોધ તેથી ખરા ઉત્તર સુઝે નહિ ને બંધાઈ જાય. પહેલેથી પ્રયત્ન કરવા માંડેતો ઘણું કરીને ધણી પોતાની ધણીઆણીને ભણાવી શકે, અને સુધારી પોતાના મતની કરી શકે.

એક દિવસ લાલભાઈ ત્રવાડીએ ચંદા અને તેની બાના મનોરંજક સંવાદનું વર્ણન રવીનારાયણ આગળ કર્યું, અને કહ્યું ચંદાના દીએર હરીનંદને બોધ કરી સુધારોને ભાઈ, તે ક્રૂર જટ્ટો બીચારી સુંદરને બહુ વિપત્તી પાડે છે.

દવે - આપણી સમાજમાં આવેતો સદઉપદેશ પામે. સ્નેહ થયા વના કોઈને આ વાતમાં સીખામણ ન દેવાઈ શકે. આપણા દેશમાં એવા ઘણા છે, કેટલાને સીખામણ દઈએ. જ્યાં સુધી બાળલગ્નો ચાલુ રહેશે ત્યાં સુધી સાસુવહુની લઢાઈ, વહુવારૂની ગુલામગીરી, અને તેનાં માબાપની કમબખ્તી મટનાર નથી. આપણા દેશના લગ્ન સંબંધીના ધારા બધા ફેરવી નાખી સુધારવાની જરૂર છે.

ત્રવાડી – કન્યાનો જન્મ થવાથી માબાપ ખેદ પામે છે. તેનું કારણ એજ છે જેને પેટે દીકરી તેને માથે દુઃખનું ઝાહાડ. ચરોતરના પાટીદાર લોકની વહુવારૂઓ ઉપર અને વહુવારૂના બાપ ભાઈ ઉપર જે જુલમ છે તેથી સીમા. લગ્નની બાબતમાં એક મોટું લફડું કૂળનું છે. આપણામાં તે ઝાઝું નથી, અથવા સમુળગું નથી કહીએ તો ચાલે, પણ વિસનગરા, સાઠોદરા, ઔદીચ, મોડ વગેરે બ્રાહ્મણોમાં, અને વાણીઆમાં કૂળ વીશેની બેવફાઈ ધીક્કારવા જોગ છે. કૂળને માટે મૂર્ખાઓ દીકરીને અંધારા કુવામાં જાણે નાખે છે. મારા એક દોસ્ત કૂળવાન પાટીદારોની હાલત, તેઓનાં બઇરાંની સ્થીતિ, જુલમી ખરચ વગેરેનું સરસ વર્ણન આ પત્રમાં કર્યું છે. લો વાંચો.

પરમહીં લાલભાઈ ત્રવાડી – આ પત્ર વાંચી તમારું દયાળુ દીલ દુખાશે. એ ખરો હેવાલ છે. રાજ્યકર્તા એ બાબત ધ્યાનમાં લઈ એમાં લખેલો જુલમ ઓછો કરાવે તો પ્રજા સુખી થાય. કેટલાંક કારણોથી હાલ બાળહત્યા થતી અટકી છે. એવું પાટીદારો કહે છે, તો પણ હજી દીકરી દુખી અને દુખદાયક છે.

કુળવાન પાટીદારો – ચરોતરમાં ખેતી કરનારી કણબીની જાતના બે ભાગ છે, પાટીદાર અને કણબી. પાટીદાર કુળવાન અને કણબી કુળ વગરના મનાય છે. પાટીદારોને જમીન ગરાસ મળેલો હોય છે. ને કણબીઓને નહીં, તેથી પાટીદારોનો ગરાસ કણબીઓ ખેડે છે; ને તે ઉપરથી જ અસલ કુળવાન કે નહીં કુળવાન