પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૫૫
 

એ બધાંની, અને જે અજાણ્યો સગો ઘરમાં આવે કે ઓળખીતો આવે તેની લાજ કરવાની, નહીં બોલવું કે ચાલવું. એટલું ધીમું બોલવું કે બીજું કોઈ સાંભળે નહીં. તેઓ આખા વરસમાં એકવાર ઉજાણી હોય ત્યારે, કે ખેતરમાં પાક થયો હોય ત્યારે માત્ર જોવા જાય, બાકી ઘર બહાર નીકળે નહીં, વહુને દેવદર્શન પણ નહિ.

આવી કેદની હાલત ભોગવતાં છતાં તેને ખાવાનું પુરતું મળે નહીં. ને જે લખું સુકું મળે તે જંપીને નણંદ સાસુ ખાવા દે નહીં. જો આવી સ્થીતિમાં છોકરાં થયા વિના ધણી મરી ગયો તો બાપડીને વિધવાવસ્થામાં આખો જનમારો પીએર કહાડવો પડે. કેમકે તેમને ગુજરાન ચલાવવાનું સાધન કાંઈપણ હોતું નથી; ફરીને પરણાતું નથી, ને બીજી નાતોની પેઠે પલ્લાના રૂપીઆ પણ નથી હોતા કે તે ઉપર ગુજરાન ચલાવે. સાસરે મેહેણાં મારે કે પીએર ખાવાનું નથી મળતું તે અહીં આવે છે. એમના પુનરવિવાહ નથી. પાંચ પાંચ વરસની વિધવાઓ મેં જોઈ છે. તેઓ મરતાં સુધી ઘણું કરીને પીએર રહે છે.

જેઓનો ધણી મરતો નથી પણ નહીં બનવાથી ફરીને પરણે છે, તેઓને પણ ઘણું કરીને પીએરમાં જન્મારો પુરો કરવો પડે છે, કેમ કે પાટીદારમાં તલ્લાક લેવાતી નથી.

બાળલગ્નનો બુરો ચાલ એ લોકોમાં બહુ છે. તેઓ બે બે ત્રણ ત્રણ વરસનાં, ને ઘણામાં ઘણાં દશ વરસનાં છોકરાં પરણાવી દે છે. જેઓ મોટાં કરે છે તે બાળલગ્ન ન કરવાં એવા સુધરેલા વિચારથી કદી નહીં, પણ ઉપર કહેલું મહાભારત ખરચ કરવાનું જેને મળતું નથી તે મોટી કરીને વખતે સોળથી વીશ વરસની કરીને પરણાવે છે, પણ તેવા લોકોની આબરૂ મુરખ લોકમાં થોડી ગણાય છે.

પણ કણબીઓ ઉપર કહ્યા પ્રમાણે પાટીદારોને કન્યા દેવામાં ઘસાઈ જતા ને પોતાના છોકરા વાંઢા રહેતા તેથી તેમણે સંપ કરી પાટીદારોને કન્યા નહીં આપતાં પોતપોતામાંજ દેવાના એકડા કર્યા છે. પાટીદારો કણબીની કન્યા લેતા પણ દેતા નહીં, તેથી કણબીઓમાંથી કન્યા જતી પણ આવતી નહીં, માટે અછત ઘણી થતી ને ઘણા વાંઢા મરતા, તેથી ઉપલો સંપ કર્યો છે. એથી તેમની હાલત સુધરી છે. પણ પાટીદારો–તેમાં મુખ્ય ગામના તો તેવાજ માતેલા–ભારે આંકડો પહેરામણી લેવા પાંચ પાંચવાર પરણતા, ને તે વગર કારણે–ફક્ત પૈસાની ખાતર, છોકરાં-છૈયાં થાય તોપણ–તે ઓછું થયું છે, તો પણ બીચારી વહુવારૂના બધા