પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
सासुवहुनी लढाई
 

સંતાપ ટળ્યા નથી. હજી દીકરીના બાપને ખરચ ઘણો છે અને પીડા ઘણી છે.

ઉપલા પાટીદારો દીકરીઓને જીવાડતાજ નહીં. છોકરાનું જતન કરે ને છોડીને મારી નાખે; તેમ નહીં તો ધવડાવે નહીં, કે ભેંષનું દૂધ મસ પાઈ પાઈ દુખી કરીને મારે. વહુને છોડી અવતરી તો વહુના પણ ભોગ મળે. ને તેથી તેજ છોડીને મારે, કાં ઝટ દુધ પીતી કરે, કે રીબાવીને મારે. દીકરી જન્મે કે દુધના તપેલામાં બોળે તેને દુધપીતી કહે છે. દુધમાં મરી જાય. છોકરો અવતરે તો વહુ ને સાસુ સસરો ખુશી થાય. “દીકરીની હલકી માટી” એ કહેવત તેથી જ પડી છે. છોડી મરી જાય તો મોકાણ માંડે નહીં, ને માંડેતો માત્ર નામની. છોકરો મરી જાય તો છાતી કુટી નાખે. વહુ મરી જાય તો પાપ ગયું. “કીડી મોઈને વહુ મોઈ બરાબર.” ફરીને પરણી બીજા રૂપીઆ આવશે. કોઈ કુટે કે રડે ! નાતનું ખરચ પણ મન ઉતાર થાય. આવી હાલત સ્ત્રીઓની છે. લી. તમારો સ્નેહી વી.

દવે – એ વાંચી મારું મન ખાટું થયું. એમના જુલમની વાત જાણતો હતો. પણ આટલી વિગત મને કોઈએ કહી નહતી. અરે, મારા દેશી ભાઈઓ, આ મૂર્ખાઈ, આ નિર્દયતા તમે તજો !

ત્રવાડી – પાટીદાર કણબી તો શુદ્ર છે તેથી કદાપિ અજ્ઞાન હોય, પણ સુરત જીલ્લાના અનાવળા બ્રાહ્મણોમાં પણ એવો જ જુલમ છે. જેમ પાટીદાર અને કણબી તેમ દેશાઈ અને ભાઠેલા એ ભાગ તેમનામાં છે. મારા એક સુરતી મીત્રે એમનો હેવાલ લખી મોકલ્યો છે. તે કાલે લેતો આવીશ.

દવે – બીજી નાતોમાં આપવા લેવાનું એથી થોડું છે, પણ વહુઆરૂ સુખી નથી. એક ઉપર બીજી પરણવાના ધારાનું જોર જે નાતોમાં વધારે છે તે નાતની સ્ત્રીઓના દુખનો પાર નહિ. આ બાબતમાં આપણી નાતના લોક ડાહ્યા ખરા. બીજી બધી વાતોમાં એક જીવતી ઉપર બીજી લાવવાની રજા ખરી. પણ ઘણું કરીને ઘણા લોક એમ કરતા નથી; કેટલીકમાંતો એ ચાલ બહુ વધી પડ્યો છે. અમદાવાદના ઓદીચ બ્રાહ્મણમાં કૂળવાન પાટીદારોના જેવી જ ખરાબી છે. વીસલ નગરા. સાઠોદરા, શાવક ને મેશ્વી વાણીઆ અને તેમનાથી ઉતરતી નીચ વરણોમાં શોકની પીડા ખરી. આપણામાં વહુવારુને દુખદેનાર દુષ્ટ સાસુ નણદાદીક છે, અને વહુને બઝોડનાર ઉટાંનદ અને રીંછશંકર જેવા નિર્દય વર છે, પણ નાતના આદમીની સંખ્યાના મુકાબલામાં