પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૫૭
 

એવા નઠારા માણસ થોડા છે, અને બીજી નાતોના કરતાં ઓછા છે; તેઓમાં ક્રુરતા પણ કાંઈક કમી. મારા પડોશમાં સોની રહે છે. ઘરમાં તેની મા છે ને જુવાન વહુ છે. જ્યારથી રાખી છે ત્યારથી વહુના દુખનો આરો નથી. ધણી મારે તે જુદો, અને સાસુ મારે તે જુદી; ગાળોનો વરસાદ તો બાપડી ઉપર આખો દહાડો જારી. બાપડી વહુનું થાન એટલું પાક્યું કે માંહેથી પરૂના ડડુડા વહે, વાંકા વળાય નહિ, ને ખવાય નહિ. ને ખવાય નહિ તેથી સુકાઈને હાડકાં નીકળ્યાં હતાં, તો પણ તેની દુષ્ટ સાસુ તેની કને ઘરનું બધું કામ કરાવે ને પોળને કુવે પાણી ભરવા મોકલે; પાણી ખેંચતાં ગરીબડી વહુની આંખોમાંથી આંસુ આવે, ને તેથી પાડોશીઓને દયા આવે. આપણી વાતમાં કોઈ સાસુ વહુને મારતી જાણી નથી, ને માંદી વહુ ઉપર આટલો જુલમ કોઈ કરતું નથી. મેં સોનીનો દાખલો આપ્યો એવો સો ઘરે એક બેને લાગુ પડતો હોત તો દિલગીર થવાનું કારણ બહુ થોડું કેમ કે ગામ હોય ત્યાં ઉકરડો હોય; બધા દેશોમાં એવા પશુ જેવા આદમી કોઈક હોય છે પણ આપણા દેશમાં વહુને મારવી એ સાધારણ છે, તેમાં વિશેષ કરીને બે ચાર છોકરાની મા થાય, કે સાસુ મરી જવાથી ઘરનો કારભાર તેને હાથ આવે ત્યાં સુધી ઘણી વહુઓની મેણા, ગાળ, અને માર વડે પુજા થાય છે. કોઈ વખતે વહુનો વાંક હોય છે, પણ ઘણું કરીને સાસુ અને વરનો હોય છે. આરંભથી તે અંત સુધી એવી પુજા કદી નહિ પામેલી હજારે એક વહુ બતાવવી મુશકેલ પડશે. લાખો રૂપીઆનો ધણી અને ગરીબ મહેનતુ માણસ કે ભીખારી આપણા દેશમાં એ બાબતમાં સરખા છે. જેમ ધણીને ધીબોવેલો એવી કોકજ હારૂન બાયડી હોય, તેમ નારીને ગાળો ન ભાંડેલી અને કદી મારેલી નહિ એવો એકે પુરૂષ ભાગ્યે જડશે. એ વાતમાં જંગલીપણું બહુ ઓછું એવાં ઘર છે. અને તે ઘરને હું આબરૂદાર કહું છું. કેટલાંક મધ્યમ છે. એ ઘરની ફજેતી એ બાબતમાં થતી નથી, અને થાય છે તો ક્વચીત થાય છે. આ બંને વર્ગનાં ઘરોમાં ભળી સાસુ-વાળાં થોડાં, પણ તેઓ બહુ જાજરમાન નહિ, બહુ નફટ ને પીશાચ નહીં, અને કેટલાંક ઘરોમાં વહુનું જોર કેટલાંક કારણથી વધારે હોય છે. જ્યાં વહુનું ચલણ વધારે હોય ત્યાં