પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
 

તેણે સાસુને દુભવી ન જોઈએ, અને તે જરા વધારે બરબરાટ કરે તો યે વડીલ જાણી તેનું મન વહુએ રાખવું જોઈએ, કોઈ કોઈ ધણી અતિ ભલા હોય છે કે નબળા હોય છે તેથી તેમની સ્ત્રીઓ તેમનું અનેક રીતે અપમાન કરે છે, અને તેમને પજવે છે. એ ખોટું છે, એવી કુભારજાઓને ધીકાર છે. તેઓ પાપી છે. તેમ જે વર પોતાની વહુનું માથું ફોડે છે, હાડકાં ભાંજે છે, બાંધી મારે છે, ડામદે છે, ભુખે મારે છે, પુરી (ગોંધી) મુકે છે, ઘરમાંથી કાઢી મુકે છે, ટપલા, તમાચા, લાત, લાકડી, સાટકા વગેરેથી મારે છે તેઓ દુષ્ટ પાપી છે, તેઓને ધિક્કાર છે. એવા અપરાધી માણસો દેશમાં બહુ બગાડ કરે છે; તેઓનું જોઈ છોકરા અને જુવાનીઆ બગડે છે; સ્ત્રીઓનું કોમળપણું અને લાજ નાશ પામે છે; ઉંચી નાતોમાં એવા માણસની સંખ્યા થોડી નથી. ઘાંચી, મોચી, ગોળાદિક નીચ વરણમાં તો ઘણી છે. નાગર હોય, કે શ્રીમાળી હોય, કે હરકોઈ જાતના વાણીઆ કે કણબી કે સુજેતે નાતના તેઓ હોય પણ તેમને ઢેડ જાણવા, કેમકે ઢેડ જેવા મૂર્ખ અને નીચ માણસો જ એવું ચંડાલ કર્મ કરે. જો સ્ત્રીનો વાંક હોય તો તેને સમજાવવી, ચાર ડાહ્યા માણસને વચમાં નાખી તકરારનો નીવેડો કરાવવો. હલકી બાબતમાં ક્ષમા દ્રષ્ટી રાખવી, ને મોટી તકરાર પડે કે વ્યભીચાર જેવો મોટો ગુનો સાબીત થાય તો નીકાલ કે સુધારો થતાં સુધી જુદાં રહેવું, પણ જંગલી થવું નહિ. એટલું ખુબ ઈયાદ રાખજો કે ઘણું કરીને બાર તેર વરસની સ્ત્રીઓ થાય છે ત્યારથી તેઓના ઉપર, વર તો કેવળ બાળક હોય છે તેથી, સાસુ સસરાનો અધીકાર ચાલે છે, તે સાસરે રહે છે. તો એટલી કુમળી વયમાં જેવી કેળવણી આપીએ તેવી તે ઘણું કરીને થાય છે. ત્યાર પહેલાં માબાપે તેને સુમાર્ગ દેખાડવો જોઈએ. નારી જાતને સુધારવી ને વાસ્તવિક સુખી કરવી પીયરના અને સાસરાના વડીલોના તથા વરના હાથમાં છે.

ત્રવાડી – હું તમારા મતને મળતો છું. માત્ર એક બાબતમાં મારા તમારા અનુભવ અને અભિપ્રાયમાં થોડો તફાવત છે. આપણી નાત એ વાતમાં બીજી નીચ નાતોના જેવી છે. એના પુરાવા કહો એટલા આપું. ટપલા, તમાચા, થાપટ. લાત, લાકડી વગેરેથી વહુને માર મારનારા આપણામાં ઓછા