પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૯ મું

ત્રવાડી - કાલે હું કહેતો હતો તે આ પત્ર છે. એમાં લખ્યા પ્રમાણે જે નાતમાં કન્યા પરણાવવામાં અને સાસરે મોકલવામાં ખરચ થાય તે નાત આબાદ કેમ થઈ શકે, અને તે કન્યાઓ સુખી કેમ હોઈ શકે ? ઘરમાં કન્યાનું અવતરવું થવાથી માહા શોક ઉત્પન્ન થાય છે તેનું કારણ એજ છે. સુરત જીલ્લાના બીજા બ્રાહ્મણોમાં એટલો જુલમ નથી. અનાવળા બ્રાહ્મણ, દેશાઈ અને ભાડેલા બંને, ઉદ્યમી અને સહાસીક, હીમતવાળા અને આગ્રહી છે, પરંતુ આ પત્રમાં લખેલી માઠી રસમો તેમનામાં ચાલે છે તેથી તેઓ એ સારા ગુણોથી જોઈએ તેવા તરતા નથી. ઘણીક નાતોમાં સારા બંદોબસ્ત થાય છે. તે થોડા વખત લગી ચાલે છે; ને વળી ટુટે છે, ફરીને થાય છે ને ફરીને ટુટે છે, તેમ એમનામાં પણ છે. જ્યાં સુધી અજ્ઞાન ગયું નથી ત્યાં સુધી એવા બંદોબસ્ત મિથ્યા છે. જેઓ એ ચાલને વખોડે છે તેઓ જ પોતે વાંકડા લે છે એ કેવી શરમની વાત છે ?

દવે – ખરું કહો છો. હરેક નાતમાં સારા માણસ કરતાં નઠારા માણસનું, સમજુ અને ડાહ્યા કરતાં અણસમજુ અને મૂર્ખોનું જોર વધારે હોય છે, તેથી નાતમાં કુચાલ જારી રહે છે, અને વધે છે. ઘણાંક દુખ માણસ પંડે પેદા કરે છે, જેમ પેટ ચોળીને શુળ ઉપજાવે છે, તેમ એવા લોકો કરે છે; એમાં વાંક તેમનો પોતાનો છે. જાણીને ઝહેર ખાય તે મરે તેમાં નવાઈ શી ! જુલમી ચાલ કહાડી નાખે તો આબાદ અને સુખી થાય; જ્યાં લગી નહિ કહાડી નાખશે ત્યાં સુધી પીડા ભોગવશે. આપણા લોકમાં ખરી હીમત ન મળે, ખરી સમજણ ન મળે, સંપ ન મળે. આ કાગળ લાંબો દેખું :

“વસ્તી–એ લોકની વસ્તી સુરત જીલ્લામાં કીમ અને દમણગંગા એ બે નદીઓની વચ્ચેના ભાગમાં છે.

જ્ઞાતિના વિભાગ - એ જ્ઞાતિના બે વિભાગ છે, દેશાઈ અને ભાઠેલા. જેમને સરકાર તરફથી દેસાઈગીરીના રોકડ રૂપીઆ વરસોવરસ મળે છે, અથવા વજીફાની જમીન અગાઉથી મળેલી હોય છે, તેઓ દેશાઈ, અને જેમને વતન નથી તેઓ ભાઠેલા. દેશાઈનાં ત્રણ કુટુંબો મળે છે, મહુવા, પલશાણા, અને