પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૬૧
 

[૧]*ગણદેવીવાળા, અથવા પેઠીવાળા, એવા નામથી એ ત્રણ કુટુંબો ઓળખાય છે. એમને વરસો વરસ વીશ હજાર રૂપીઆ રોકડ સરકાર તરફથી મળે છે, તથા કેટલીક વજીફાની જમીન પણ મળેલી છે, અને એ સિવાય પાલખી, ચમર, છત્ર નોબત વગેરે મળેલાં છે. એમનાથી ઉતરતા દરજ્જાના બીજા બાર ગામના દેસાઈ છે તે ગામનાં નામ કાલીઆવાડી, ચકલી, વલસાડ, વેસમા, દેલાડવા, દીહણ, સરભોંણ, ભધલી, તલંગપુર, ખરસાડ, એરૂ તથા ઉંટડી. સુરત શહેરમાં તથા બીજાં ગામોમાં કેટલાક દેસાઈના ઘરાં છે. ભાઠેલા લોક દેસાઈ કરતાં સ્વચ્છતા અને સુધરાઈમાં ઉતરતા છે. હાલ ભાઠેલાઓ પણ સુધરવા લાગ્યા છે ખરા. જો કોઈ ભાઠેલો ગમે તેટલી દેસાઈગીરી અથવા વજીફાની જમીન વેચાણ લે, કિંવા પોતાની બહાદુરીથી કે હરકોઈ બીજા પ્રકારથી સંપાદન કરે, ઘણોજ બુદ્ધિવાન હોય; અત્યંત પૈસાવાળો હોય તોપણ તે ભાઠેલાને મૂર્ખલોક દેસાઈ ગણતા નથી. જો કોઈ દેસાઈ ગુનાહમાં આવી કેદ પડે, તેની દેસાઈગીરી વેચાઈ જાય, તેની વજીફાની જમીન જાય, અત્યંત કરજવાળો થાય, ગમે તેવી માઠી સ્થિતિમાં આવે તોપણ તે એવા ઉત્તમ ભાઠેલાથી ચડતો ગણાય છે, ભાઠેલો પૈસાવાળો, ખુબસુરત, સારા સ્વભાવનો અને બુદ્ધિવાન હોય તો પણ તેને કુળવાન કન્યા મળતી નથી, અને દેસાઈ ઘણોજ દેણદાર, કદરૂપો, બેવકુફ, શરીરે ખોડવાળો, પોતાનું ભરણપોષણ કરવાને અશક્ત હોય તો પણ તેને કુળવાન કન્યા મળી શકે છે, અને તે જો કદાપિ ઘણા ઉંચા કુળનો હોય તો સંસાર સુખ શું ભોગવશે તેનો કશો વિચાર કરતા નથી, પણ તેને ઠેકાણે એવો વિચાર કરે છે કે “વાંકો ચુંકો પણ ઘઉંનો રોટલો.” મતલબકે ગમે તેવો છે પણ કુળવાન દેસાઈ છે, એમ વિચારી આંધળી કરે છે ને કન્યાને પરણાવે છે. ખરે આ મોટી મૂર્ખાઈની નીશાની છે, અને એને માટે હું ઘણો જ દીલગીર છું. એ જંગલી ચાલ ક્યારે સુધરશે ?

વિવાહ કરવાની રીત - કન્યા તરફના વર તરફનાને ત્યાં માગું કરવા જાય છે. વિવાહ ઠરે તો કન્યા તરફનો માણસ (કન્યાનો બાપ તેનો સગો, અથવા તેનો વાલી) વરને ચાંલ્લો કરીને મિઠાઈના રૂપીઆ આપે છે એટલે વિવાહ મુકરર થયો એમ કહેવાય છે, તો પણ બીજી કંઈ હરકતને લીધે વિવાહ તોડી શકાય છે. વાંકડો કન્યા તરફથી વર તરફનાને કેટલો આપવો, જાનના ખર્ચને વાસ્તે ઘી વગેરે કેટલું અને પહેરામણીમાં શું આપવું વગેરે જે કાંઈ આપવું હોય તેની


  1. *એ ગામો હાલ ગાયકવાડી પ્રગણામાં છે