પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
सासुवहुनी लढाई
 

તેને બીલકુલ ભાન હતું નહીં. તે પુરૂષ પોતાના કામથી પરવારી ઘેર આવ્યો ત્યારે પોતાની સ્ત્રીને જોઈ પોતાની માને પ્રશ્ન પુછવા લાગ્યો કે મા મા આપણા ઘરમાં આ પરોણી બેન કોણ છે. મા બોલી કે “અરે મુઆ બોલનો એતો તારી વહુ છે.” આવા શબ્દ સાંભળવાથી તે બિચારો પોતાના મન સાથે ઘણોજ પસ્તાયો; અને મા દીકરાનું આ સંભાષણ સાંભળીને તે સ્ત્રી ઉદાસ થઈ. આ ઉપરથી તમને માલમ તો પડ્યું હશે કે જે વખતે પરણેલો તે વખતની કોઈ પણ બીના એને યાદ રહેલી નહિ, અને હાલ પણ તે નાદાન છે. હવે પેલી કદાવર સ્ત્રી પોતાના સ્વામીને મળવાને માટે પ્રયત્ન કરે પણ ભાઈસાહેબતો તેને દેખે કે “મારા બાપ મારી લાખ્યો રે” એવી રીતનો પોકાર કરી નાશી જાય, ને કેમે કર્યો તેની સાથે વાત ચિત કરે નહીં. એવી રીતે તે સ્ત્રી પોતાના દિવસ દુઃખમાં ગુજારે છે. વળી લોકો એવું કજોડું જોઈ હસે તેથી પણ તે સ્ત્રીનું મન બળે છે. બે મહીના અથવા તેથી વધારે દિવસ રહી વહુ પોતાને પીઅર જાય છે. પીઅરમાં જો તેની મા મરી ગઈ હોય તો ભોજાઈ પણ સાસુની પેઠે હુકમ ચલાવે છે, ને તેને દુભે છે. બે વર્ષ અથવા વધારે મુદત પીઅરમાં રહી પાછી તે સાસરે જાય છે, તે વખત પણ કેટલોક ખર્ચ થાય છે; એને સાસરવાસે જવું કહે છે. આ વખત પણ સુપડાંના જેવું જ દુઃખ ભોગવી કેટલાક દિવસ રહી પાછી પીઅર જાય છે. ત્યાર પછી તેની સાસુ જ્યારે બોલાવે ત્યારે સાસરે જાય છે. જે વખતે તેનું સીમંત આવે છે, તે વખતે પણ કેટલોક ખર્ચ તેના બાપને કે ભાઈને થાય છે. છોકરું થયા પછી પાછી સાસરે જાય છે, તેને સપરડે જવું કહે છે. જો તે સ્ત્રી છોકરી જન્મી હોય તો ઘણી મોડી જાય છે, અને તેને સાસરા તરફથી માન મળતું નથી. તેને ઘણી જ ધીક્કારે છે. પરંતુ તેની સાથે મુરખો એવો વિચાર નથી કરતા કે ઇશ્વરી બનાવ આગળ કોઈનું જરાએ ચાલતું નથી. છોકરી જન્મે નહિ તો સંસાર કેમ ચાલે. છોકરો થયો તો તે સ્ત્રીને ઘણું માન મળે છે અને તેનું દુઃખ પણ ઓછું થાય છે. આ વખતે જો તેની સાસુ ધમકાવે તો વખતે તેની સામી લડવાની હિંમત ધરે છે; પણ જ્યાં સુધી તે સ્ત્રીની સાસુ જીવતી હોય છે ત્યાં સુધી બરાબર સુખ ભોગવી શકતી નથી. જ્યારે સ્ત્રી સપરડે જાય છે ત્યારે સાસરીઓ વાળાના બધાં દાપાં પૂરાં થાય છે. પણ તેનાં સાસુ સસરો જીવે ત્યાં સુધી અથવા તેથી વધારે મુદત સુધી તેનાં પીઅરીઆંએ લૂગડાંનો ખર્ચ પૂરો પાડવો જોઈએ. સ્ત્રીની ઉમર પુરૂષની ઉમર કરતાં મોટી હોય છે તથા વર તરફનું સુખ નથી હોતું ત્યારે સ્ત્રીને બગડવાનો અને ઘર્ભપાત ને