પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૬૭
 

બાળહત્યા થવાનો સંભવ વધારે છે. આવું મોટું પાપ કરે તેમાં બીજા દુર્ગુણો આવે.

જો કોઈ બાયડીને છોકરાં ન થાય તો તથા લડાઈ વગેરે બીજા કારણોને લીધે, તેનો સ્વામી બીજીવાર પરણે છે. કેટલાક ખરાબ દેસાઈઓને બેથીએ વધારે સ્ત્રીઓ હોય છે. એકથી વધારે નારીઓ ઘરમાં થઈ કે કજીઓ કંકાસ ચાલ્યા. વહુને મારવાના કામમાં અનાવળા બીજા હિંદુઓથી ઉતરતા નથી. વખતે એવું પણ બને છે કે નિરપરાધિ સ્ત્રી ઉપર તેનો સ્વામી ખોટું તોહોમત મૂકી તેને ખાવા ન આપે મારે અને અનેક રીતે પીડે તો, તે અબળા પોતાના ઉપર ખોટો દોષ, પેટ ભરવાની આપદા વગેરેથી અકળાઈ આપઘાત પણ કરે છે.

સ્ત્રીઓ બીલકુલ ભણેલી નથી તેથી ઘણી બેવકુફી ભરેલી રીતે વર્તે છે. હું ધારું છું કે આખી જ્ઞાતિમાં જેને ફક્ત લખતાં વાંચતાં આવડતું હોય એવી સ્ત્રીઓની સંખ્યા નહીં જેવી છે. સ્ત્રીઓ અસુધરેલ છે તેથી તેઓ પોતાના છોકરાને સારી રીતે કેળવણી આપવાના કામમાં મદદ કરતી નથી, માટે જેવો જોઈએ તેવો સુધારો થવામાં મોટી હરકત પડે છે.

ઉપર મુજબ છોકરીને પરણાવવા વગેરેના ઘણા જ ખર્ચથી ભાઠેલા તથા દેસાઈઓ ઘણા કરજદાર થઈ ગયા તેથી તેમણે સૂક્ષ્મ વિચાર કરી નિશ્ચય કર્યો કે આપણી નાતના જંગલી રીવાજમાં ફેરફાર કરવો જોઈએ, અને એ ધારણામાં ફતેહ પામવા માટે કાલીઆવાડી મુકામે એક સભા ભરી હતી. તેમાં એવો ઠરાવ કર્યો કે છસેંપચીશ રૂપીઆ કરતાં વાંકડામાં કોઈએ એક પાઈ પણ વધારે લેવી નહીં. ઘી છ મણ કરતાં વધારે લેવું નહીં. એ પ્રમાણે ખર્ચમાં અત્યંત ઘટારો કર્યો, અને પેઢીવાળાને એ કરતાં કંઈક વધારે આપવું ઠરાવ્યું. આ ધારામાંથી વાંકડા સિવાય બીજા બધા ધારા અમલમાં આવ્યા. વાંકડાનું કામ એવી રીતે ચાલ્યું કે ઉઘાડી રીતે સવા છસેં લે અને છાની રીતે વધારે લે. એ ધારાની ઉમર વધતી જાય છે તેમ અમલમાં ઓછા આવે છે. મને લાગે છે કે થોડા વર્ષમાં એ ધારા મૂળ સુધાં ઉખડી જશે. એમ થવાનું કારણ એટલું જ છે કે ઘણો ભાગ અસુધરેલ અજ્ઞાન છે. આ સભા ભરાઈ તેનું મુખ્ય માન કાલીઆવાડીના દેસાઈજીને આપવું ઘટારત છે, કેમકે તેમણે એ સભા ભરવાનો પ્રથમ વિચાર કરીને બીજાને જણાવ્યો, તથા એ સભાનો જે ખર્ચ થયો તે એણે એકલાએજ આપ્યો.

ભાઠેલા લોકે પણ જલાલપુર મુકામે એક સભા ભરવાનો ઠરાવ કર્યો હતો, પણ તે ઠરાવ અમલમાં આવ્યો નહોતો. હજી કેટલાક બેવકૂફ ભાઠેલા ભારે ખરચ