પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
सासुवहुनी लढाई
 

કરી પોતાની કન્યાને દેશાઈને દે છે. દેશાઈને કન્યા આપવામાં ભાઠેલા ધણોજ ખર્ચ કરે છે તેથી તેમને કંઈ ફાયદો થતો નથી, અને ઉલટા પોતાના છોકરા કુંઆરા મરે છે. એથી કેટલાકે દેશાઈને કન્યા આપવી બંધ કરી છે. સાટું અથવા તરખલું કરવા માંડ્યું છે, અને કેટલાકને છોકરો નહીં હોવાને લીધે છોકરી વેચવા માંડી છે. દીકરી વેચવી એ હિંદુશાસ્ત્રની વિરુદ્ધ છે એવું તેઓ જાણે છે તો એ કામ કરવાને પાછીપાની કાઢતા નથી; પણ આ ચાલ બધા ભાઠેલામાં નથી. પોરી વેચનાર ભાઠેલાઓ પોતાને છોકરી થઈ તો ઘણાજ ખુશી થાય છે, પરંતુ આ ઉપલા વિચાર બધા ભાઠેલાના મનમાં નથી. દેજ લેવાનો અને તરખલું કરવાનો પહેલવહેલો રિવાજ વલસાડ પરગણાના કેટલાક ભાઠેલાએ દાખલ કર્યો. દેજનાં નાણાં વધારેમાં વધારે સાત હજાર સુધી લે છે, પણ એક વાર લગ્ન થયું કે પછી તેમને બોલવા ચાલવાનો વહેવાર પણ રહેતો નથી, અને દેજ આપવા સિવાય બીજો કોઈ પણ પ્રકારનો ખર્ચ તેમને થતો નથી. દેજ એટલે કન્યાનો બાપ વરના બાપ પાસે જે પૈસા ખાવા લે તે.

જમણવાર સંબંધી હાલત – અનાવળા લોક જમણવારમાં બહુ જ ખર્ચ કરે છે, એ જુઠ્ઠી મોટાઈથી પણ તેમની ઘણી ખરાબી થાય છે. જમવાને માટે બેસવાની જગા સારી નથી; પોતાના બારણા આગળ જેવી જગા હોય તેને ઉપર ઉપરથી સાફ કરે છે એટલે મુતર ધુળ વગેરે પર બેસવાનું છે. કોઈ દેસાઈ પોતાની રોજની જમવાની ઓરડીમાં અસ્વચ્છતા દેખે તો પોતાની સ્ત્રીની ગોદડી ધોઈ નાંખે છે, પણ જમણવારમાં ગમે તેમ ગરબડ સરબડ કાદવ, દુરગંધ, હોય તે ચાલી જાય છે. તો આ જગ્યાએ દેશાઈની પવિત્રતા કોણ જાણે ક્યાં ઊંઘી ગઈ તે મને માલૂમ પડતું નથી. પણ એ ચાલ ફક્ત અનાવળા બ્રાહ્મણમાં છે એવું કહેવાનો મારો ભાવાર્થ નથી. સર્વ ગુજરાતીઓમાં છે, અને તે જ કારણથી નાગર બ્રાહ્મણોને પણ મારો એવોજ પ્રશ્ન છે કે તમારી પવિત્રતા જમણવાર વખતે ક્યાં જાય છે ? અનાવળા બ્રાહ્મણો જમણવારનો ખર્ચ મરણાવસરે, છોકરી પરણે ત્યારે, સીમંત વખતે, ઉપવિત વખતે, તથા બીજી કોઈક વખતે કરે છે. મરણ સિવાય બીજી વખતે જે ખર્ચ કરે છે તેતો જાણે હર્ષનો કરે છે, પણ મરણ વખતે કયા હર્ષનો ખર્ચ કરે છે ! કોઈ માણસ મરણ પામવાથી તેનું કુટુંબ દુ:ખમાં હોય તેનો કશો વિચાર કરતા નથી. એ ખરે ઘણી જ દીલગીરીની વાત છે. એ વાત ફક્ત અનાવળાને લાગુ પડે છે એમ નથી પણ બીજા સર્વ ગુજરાતીમાં એ માઠી ચાલ પસરી ગએલી છે. સીમંત વખતે એક દિવસ, મરણ વખતે પાંચ