પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૬૯
 

દિવસ, પરણતી વખતે ત્રણ દિવસ, ઉપવિત વખતે એક દિવસ, એ પ્રમાણે વધારેમાં વધારે ખર્ચ થાય છે. જો કોઈ માણસની ઇચ્છા ઓછો કરવાની થાય તો તે કરવાને તેને નાત તરફથી કશી હરકત નથી. હાલ કેટલાક ગામના દેશાઈઓએ એથી અર્ધ કરવું એવો ઠરાવ કર્યો છે, અને એ ધારો બરાબર રીતે અમલમાં પણ આવ્યો છે. એ સુધારાનું કામ પ્રથમ દાખલ કરવાનું માન કાલીઆવાડી, ચીકલી અને વેસમાના દેશાઈને આપવું ઘટે છે, અને તે ઉપરથી બીજાં કેટલાંક ગામોમાં પણ એ ધારો ચાલુ થયો છે. વિદ્યા સંપાદન કરવામાં અનાવળ હાલ કેટલાંક વર્ષ થયાં ઘણી કોશિસ કરે છે.

પહેલાં સ્ત્રીને બીલકુલ કેળવણી આપતા નહોતા પણ હાલ આપવા માંડી છે. હું ધારું છું કે સ્ત્રીઓ આગળ જતાં ઘણી સારી રીતે કેળવણી લેશે. મારા ધારવા પ્રમાણે ત્રીશ ચાળીશ વર્ષની અંદર આખી નાતનો અર્ધો ભાગ કેળવણી લેશે. ને ત્યાર પછી તેઓ ઘણાક સુધારા દાખલ કરશે.