પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૭૫
 

લઈ જવી. ચંદા કહે ના એમ ના થાય. હું તો લાજીમરું. તમારા માબાપના જીવતાં છતાં આપણા બેથી એકલા ન જવાય, લોકમાં ખોટું કહેવાય. વીજીઆનંદ કહે ભલે ખોટું કહેવાશે તો કહેવાઓ પણ હું તને મારી સાથે તેડી જઈશ. જેમ તેમ કરતાં એમ ઠર્યું કે થોડા દીનમાં ભાદરવા સુદ ચોથની મોટી ગણપતી ચોથ આવે છે તે ઉજવાવી ૨૧ દહાડે દોરડા છોડીને જવું. અથવા તેમ ન બને તો દશેરા પછી જવું.

ચંદા હવે ચોથ ઉજવવાની તઈઆરી કરવા લાગી. સુંદરને કહે તમે એ ઉજવો. તે બાપડી કહે, “ગામમાં પેસવાનો હુકમ નહીં ને પટેલને ઘેર ઉનાં પાણી મુકાવો. એમ તે હોય. મારી જોડે પુરૂં બોલતાતો છે નહીં, ને મને ચોથ ઉજવાવે. નાગપાંચમે ઉજવવાનું કહેતાં મારું મોઢું થાક્યું. મારો તે અવતાર છે? વારૂં એતે ધુળ. જેમ તેમ દુખે પાપે દહાડા કાઢવા. ખરે કોઈ સમે કાળ ઘણો. ચડશે ત્યારે કુવામાં પડી આપઘાત કરીશ.” ચંદાએ તેને દિલાસો આપ્યો કે હવે સાંઈ સાહેબ તમારાં સઘળાં દુખ નીવારણ કરશે.

ચોથ નજીક આવવા લાગી તેમ ઘરમાં ધામધુમ વધતી ગઈ. ખડીના ગણપતી બનાવ્યા ને તેને સીંદુરે રંગ્યા, મસ ઘરેણાં ઘાલ્યાં. તેને સારૂ એક બેઠક બનાવી. હાંડી, તખતા, રૂપાનાં વાસણ આદિ સામાન લોકને ઘેરથી માગી આણ્યો. ચંદની બાંધી, વગેરેથી વીજીઆનંદે તો ગજાનંદનું મંદિર જોવા જેવું કરી મુક્યું, ને બડા ઠાઠમાઠથી ચોથ ઉજવાવી ચંદાના કોડ પુરા પાડ્યા. ગોળપાપડી, વાલ, દુધપૌવા, વગેરે કોરા જમણથી ગોરણીઓને તથા સગાંવહાલાંને જમાડ્યાં ને વાહવાહ થઈ રહી.

ચંદાને છોકરાં વગરનો સુનો સંસાર લાગે, ને કાંઈ ગમે નહીં. સુંદરને આશા હતી કે મોટી ગણપતી ચોથના વરતથી પોતાનું વિઘ્ન જશે, પણ કમ નસીબથી પેહેલે દિવસે અપશુકન થયા. દેરાણી જેઠાણી બંનેથી ઓચિંતો તેજ સાંજરે ચંદ્ર જોવાઈ ગયો. એ દોષ ટાળવાને અંધારૂ થતાં બેહુએ અગાશીમાં ચડી સામે બારણે એક ડોશી રહેતી તેને છાપરે પથરા ફેંક્યા, ને ડોશીની ગાળો ખાઈ મન વાળ્યું કે હવે આપણે માથે જુઠું આળ નહીં આવે.

૨૧ દિવસ સુધી બંને ગણપતીની પૂજા કરે, ને ચંદા. ગણપતીની વાત કહે તે સુણી સુંદરનું મન વ્યાકુળ થઈ જાય. એ વાત નીચે પ્રમાણે.

કોકણ દેશ નવરંગી વાડી, ત્યાં ઈશ્વર પારવતી સાથે સોગઠે સારે પાસે રમતાં હતાં, ત્યાં ફુલબડવો બ્રાહ્મણ આવ્યો. પારવતી બોલ્યાં કહે રે બ્રાહ્મણ