પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
सासुवहुनी लढाई
 

કોણ હારશે ને કોણ જીતશે. બ્રાહ્મણ કહે હું શું જાણું. દેવ હારશે ને દેવ જીતશે. પારવતી કહે ફરી બોલ. બ્રાહ્મણ કહે ઈશ્વર જીતશે, પારવતી હારશે. પારવતીએ શાપ દીધો, ફટરે ભુંડા, ફટરે પાપી, કોડી કષ્ટી થઈને પડજે. ફુલબડવોતો આંબા ડાળે સરોવર પાળે માંસનો પીંડ થઇને પડ્યો. ત્યાં ગણેશનું દેહેરૂં હતું. બાઈ બેનીઓ દોરા દામણા કરતી હતી, ફુલબડવો કહે બાઈરે બેની એ શા વરત, એ શા મહાત્મ, મને કહોને હું કરૂં, જેણે મારો કોડ જાય, કીડા જાય. એક કહે ભારે મુવા તું તારા કીડા કહાડ્યાં કર, તું તારી પીડા ભોગવ્યા કર. બીજી કહે કહોને, કહે તેને કહ્યાનું ફળ, સાંભળે તેને સાંભળ્યાનું ફળ કરે તેને કર્યાનું ફળ. ત્રીજી કહે વારૂ તો. અજવાળો પખવાડો આવે, ભર્યો માસ ભાદરવો આવે, ચોથ ભેસપતવારનો દહાડો આવે, તેને દહાડે એકવિસ સેરે, એકવિસ ગાંઠે, ધુપીવાસી પીળીપ્રતિષ્ઠિ, દોરો બાંધીએ; એકવિસ દહાડા નદીએ (કે તળાવે) નાહાતાં આવીએ; એકવિસ દ્રોના અંકોડા સિદ્ધિવિનાયકને ચડાવતાં આવીએ; એકવિસ આખાચોખા ચડાવીએ, સીંદુરે સેવંત્રે પૂજા કરીએ; એમ કરતાં વરતનો છેલ્લો દહાડો આવે, તેને દહાડે એકવિસ લાડું કરીએ, દશ ખાઈએ, દશ ધર્મે દઈએ, એક સિદ્ધિવિનાયકને નૈવેદ દઈએ.” ફુલબડવો કહે વારૂ તો.

“એમ કરતાં અજવાળો પખવાડો આવ્યો ભર્યોમાસ ભાદરવો આવ્યો, ચોથ ભેસપતવારનો દહાડો આવ્યો. તેને દહાડે ફલબડવે તો નાહી ધોઈ એકવિસ સેરે, એકવિસ ગાંઠે, ધુપી વાસી પીળીપ્રતિષ્ટિ, દોરો બાંધ્યો. પછી ૨૧ દહાડા નદીએ નાહાતો આવે; ર૧ દ્રોના અંકોડા ગણપતીને ચડાવતો આવે; ૨૧ આખા ચોખા ચડાવે; સીંદુરે સેવંત્રે પૂજા કરે. એમ કરતાં વરતનો છેલો દહાડો આવ્યો, તેને દહાડે ફુલબડવો ચિંતામાં સુતો કે હું તે લાડુ ક્યાંથી કરીશ. ગણેશે સાણું (સપ્નું) દીધું મારી મઢી પાછળ બીલાં છે તે લાવજે. બીલાં લેવા જાય છે તો ગળ્યા ચોપડ્યા લાડુ થઈ રહ્યા છે. તેમાંથી દશ ખાધા, દશ ધર્મે દીધા, એક સિદ્ધિવિનાયકને નૈવેદ દઈ ખાઈ પાણી પીને બેઠો હતો. એવામાં ઈશ્વર પારવતીનો રથ જતો હતો. પારવતી કહેવા લાગ્યાં. ઈશ્વર ઈશ્વર રથ રાખો. ઈશ્વર કહે અરે પારવતી વનને વિષે કંઈ આવશે ને કંઈ જશે. પારવતી કહે પેલો શાપ્યો છે તેને જોતી આવું.

એમ કહીને જોવા ગયાં. ફુલબડવો તો બેઠો કલોલ કરે છે, જાંગમાં થાપડ મારે છે, ડુંડ પંપાળે છે, પારવતી જઈને ઊભાં રહ્યાં ત્યારે ફુલબડવાને હસવું આવ્યું, પારવતીને રીસ ચડી; હાંરે બાવા હું તને શાપ્યો કરીને જોવા આવી