પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૭૭
 

ત્યારે તને હસવું આવેજતો. ફુલબડવો કહે ના માતા હું તમને નથી હસતો, હસુ છું વરતના મહાત્મને, જે કીધા વરતને ત્રુઠાં તરત. પારવતી કહે એવડા વરતને એવડા મહાત્મ તે શાં છે મને કહોને હું કરૂં, જેણે મારા સ્વામીકુમાર ગયા છે તે આવે. ફુલબડવો કહે સિદ્ધિવિનાયકનાં વરત કરો તેમ આવે. પારવતી કહે સિદ્ધિવિનાયકના વરત તે કેમ કરિયે. ફુલબડવો કહે અજવાળો પખવાડો આવે, ભર્યોમાસ ભાદરવો આવે, ચોથ ભેસપતવારનો દહાડો આવે, તેને દહાડે ૨૧ સેરે ર૧ ગાંઠે, ઈત્યાદિ; પારવતી કહે વારૂ તો. એમ કરતાં અજવાળો પખવાડો આવ્યો ભર્યો માસ ભાદરવો આવ્યો, ચોથ ભેસપતવારનો દહાડો આવ્યો. તેને દહાડે પારવતીએ નાહી ધોઈ ર૧ સેરે, ૨૧ ગાંઠે, ધુપીવાસી પીળીપ્રતિષ્ટિ, દોરો બાંધ્યો. પછી ર૧ દહાડા નદીએ નહાતાં આવે. ૨૧ દ્રોના અંકોડા સિદ્ધિવિનાયકને ચઢાવતાં આવે, ૨૧ આખા ચોખા ચડાવે, સીંદુરે સેવંત્રે પૂજા કરે, પારવતી કહાણી કહે ઈશ્વર હુંકારો દે, વનમાંથી અંકોડા લાવી ચડાવે. એમ કરતાં વરતનો છેલ્લો દહાડો આવ્યો, ૨૧ લાડુ કર્યા, દશ ખાધા, દશ ધર્મે દીધા, એક સિદ્ધિવિનાયકને નૈવેદ કીધું; ખાઈ પાણી પીને બેઠાં છે. સ્વામિકુમાર સાંઢે ચડ્યા, ફાટા ટુટા ગીંગોડા વળગ્યા ભુલા ટુલા મોહો આગળ આવી ઉભા રહ્યા, ત્યારે પારવતીને ખખડાવીને હસવું આવ્યું, સ્વામિકુમારને રીસ ચડી; હાંરે બાવા તમને હસવું આવેજતો, કાં ન આવે, પુત્રની કેડ ન કરી, કબાડ, ન કરી, ખોળ્યા નહીં, ખંખોળ્યા નહીં, જોયા નહીં જોયા નહીં, ભુલાટુલા મોહો આગળ આવી ઊભા રહ્યા ત્યારે તમને હસવું આવેતો. પારવતી કહે નારે પુત્ર હું તમને નથી હસતી, હસુ છું વરતના મહાત્મને, કીધાં વરત ત્રુઠ્યા તરત.

સ્વામિકુમાર કહે એવડા વરત ને એવડા મહાત્મ શાં છે, મને કહોને હું કરૂં જેણે મારા બાળ મીત્ર આવે. પારવતી કહે સિદ્ધિવિનાયકના વરત કરો તેમ આવે. સ્વામીકુમાર કહે સિદ્ધિવિનાયકના વરત કેમ કરિએ. પારવતી કહે અજવાળો પખવાડો આવે, ઈત્યાદિ. સ્વામીકુમાર કહે વારૂતો. પછી અજવાળો પખવાડો આવ્યો, ભર્યો માસ ભાદરવો આવ્યો, ચોથ ભેસપતવારનો દહાડો આવ્યો તેને દહાડે સ્વામીકુમારે નાહી ધોઈ ૨૧ શેરે, ઈત્યાદિ. એમ કરતાં વરતનો છેલ્લો દહાડો આવ્યો ૨૧ લાડુ કર્યા દશ ખાધા, દશ ધર્મે દીધા, એક ગણેશને નૈવેદ કર્યું. ખાઈ પાણી પીને બેઠા છે, એટલે બાળમિત્ર બળદે ચડ્યા, ફાટાટુટા ગીંગોડા વળગ્યા ભુલાટુલા મોહો આગળ આવી ઉભા રહ્યા, ત્યારે સ્વામિકુમારને ખખડાવીને હસવું આવ્યું, ને બાળમિત્રને રીશ ચડી. બાળમિત્ર કહે હાંરે બાવા