પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
सासुवहुनी लढाई
 

મિત્રની કેડ ન કીધી, કબાડ ન કીધી, ખોળ્યા નહીં, ખંખોળ્યા નહીં. ભુલાટુલા મોહો આગળ આવી ઉભા રહ્યા ત્યારે તમને હસવું આવેજતો. સ્વામિકુમાર કહે ના મિત્ર હું તમને નથી હસતો, હસું છું વરતના મહાત્મને. બાળમિત્ર કહે એવડા વરત એવડા મહાત્મ શાં છે મને કહોને હું કહું, જેણે મારું રાજ ગયું છે તે આવે. સ્વામિકુમાર કહે સિદ્ધિવિનાયકનાં વરત કરો તેમ આવે. બાળમિત્ર પુછે. સિદ્ધિવિનાયકના વરત કેમ કરીએ ? સ્વામિકુમાર કહે અજવાળો પખવાડો આવે ઇત્યાદિ. એમ કરતાં અજવાળો પખવાડો આવ્યો, ભર્યો માસ ભાદરવો આવ્યો, ચોથ ભેંસપતવારનો દહાડો આવ્યો તેને દહાડે બાળમિત્ર ઇત્યાદિ. ખાઈ પાણીપીને બેઠા છે ત્યારે બાળમિત્ર કહેવા લાગ્યા ચાલો ધાઈએ ધુપીએ (ટુંડિયે) તો પામીએ, માગ્યા વગર મા ના પીરસે, ચાલો આપણે ઉદ્યમ કરીએ. ચાલ્યા ચાલ્યા જાય છે એક માળીની બોડી બુડી વાડી હતી તેમાં જઇને સુતા. વાડી તો ફળીને ફુલી ગઈ. અઢારે વનસ્પતિયે ફુલી છે; વા વાસીદાં કરે છે, પવન પાણી ભરે છે, સખી સાથીઆ પુરે છે, લાછ વરોળે છે, લક્ષ્મી દીવા કરે છે, રેન ખટકે છે, મોર કળા કરે છે, એવું સૌ થઈ રહ્યું છે. ગોવાળીઆ ગાય ચારતા હતા, ચાલોરે માળીને વધામણી જઈએ. ભાઇ માળી તારી વાડી સુવર્ણ ફુલે ફુલી છે. માળી કહેવા લાગ્યો તને હસવા રમવા કોઈ ના મળ્યો હું જ મળ્યો, હવણાં હું સુકાં સલીઆં વિણીને આવ્યો છું, ફળે ક્યાંથી ને ફુલે ક્યાંથી. પેલો કહેવા લાગ્યો ખરૂં હોય તો મારી સોને જીભ ઘડાવજે નહીંતર વાઢી લેજે. માળી તો છુટી ચાલે જોવા ગયો. જોય તો ખરે અઢારે વનસપતિયો ફલી છે, રેન ખટે છે, મોર કળા કરે છે પવન પાણી ભરે છે ઇત્યાદિ. એવું સહુ થઈ રહ્યું છે. જાય છે તો બે પુરૂષ સુતા છે, મોગરાને છોડે માથું છે, ચાંપાને છોડે પગ છે. માળી જઈ પગે લાગ્યો. કોણ છો, કોણ નહીં, દેવછો, દાનવ છો, ગણ છો, ગાધ્રવ છો, ભૂત છો, પ્રેત છો. તે બે જણા કહે નારે બાવા દેવો નથી ને દાનવો નથી, ગણો નથી ને ગંધ્રવો નથી, ભૂત નથી ને પ્રેત નથી, વાટના વટેસર છીએ, ગમેતો સુવા દે, ગમે તો ઉઠાડી મુક. માળી કહે ના મહારાજ તમને કેમ ઉઠાડી મુકું, તમે આવે મારી વાડી ફળીફુલી થઈ. માળીએ તો બે ધર્મના લાડુ આપ્યા, કરવડો ભરી પાણી આપ્યું. પેલાએ તો લાડુ ખાધા પાણી પીધું. ચાલ્યા ચાલ્યા જાય છે. ત્યાંતો ગામનો રાજા દીવી થતો હતો. હાથણીની સુઢમાં કળસ આપ્યો. આણીપાસ ઠાકોર, ઠકરાઈ, દીવાન, દેસાઈ, પટેલ, કારકુન, સંધા મોહો આગળ આવી ઉભા રહ્યા. ત્યારે હાથીએ દીલમોડી ડાળ તોડી, ચાલી ચાલી ભાગળ