પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
सासुवहुनी लढाई
 

કંઈ આવું આવું થાય છે. ભરડો કહે લાવ પેલાં પાનાં લાવ; પાનાં. લેવા જાય છે તો કાળીનાગ ફંફાડે છે. ભરડે ઉઠી કરી અમીની છાંટ નાંખી, પાના કાઢ્યાં, એક કહાડ્યું, બે કાઢ્યાં, દશ કાઢ્યાં, વીશ કાઢ્યાં, એકવીશમે પાને વિનાયક બાપજી અફરાટા થઇને બેઠા છે. દીકરી દીકરી તને તો નાના દેવ નથી રૂઠ્યા, મોટા દેવ રૂઠ્યા છે, તેના વરત કરો, રાણી કહે તેનાં વરત તે કેમ કરીએ. ભરડો કહે અજવાળો પખવાડો આવે, ઇત્યાદિ. એમ કરતાં શ્રાદ્ધપક્ષના દહાડા આવ્યા. ભરડો ભીક્ષા લઈ આવે, ખીર લાડુ ને દુડકાં (તુરી) પાતરવડી, રાયતાં, મરી, તીખાં, તમતમાં, વઘાર્યા તુઘાર્યા. રાણી ભરડો ખાઈ જમે ને ઢાંકી મુકે. વધે એટલું રાણી કહાણી કહીને શીરાવે. એમ કરતાં વરતનો છેલ્લો દહાડો આવ્યો. રાણી કહેવા લાગ્યાં બાપજી બાપજી આજ તો મારે વરતનો છેલ્લો દહાડો છે, કોઈની કોરી ભીક્ષા લાવજો. ભરડો કહે વારૂતો. ભરડો કહે આજ મારી દીકરીને વરતનું છેલ્લું દહાડું છે, કોરી ભીક્ષા આપજો. કોઈએ સુપડું ભરી ઘઉં આપ્યા, પાકેલું (તપેલું) ભરી ગોળ આપ્યો, તામડી (વટલોઈ) ભરી ઘી આપ્યું. ભરડો તો આલસને દુલસ કરતો ઘેર આવ્યો. દીકરી દીકરી સામી આવજે, વીણીચુંટી બે એકવિસ લાડુ કરજે. વારૂતો. રાણીએતો વીણીચુંટી બે એકવિશ લાડુ કીધા, દશ ખાધા દશ ધરમે દીધા, એક સિદ્ધિવિનાયકને નૈવેદ દઈ ખાઈ પાણી પીને બેઠાં હતાં. એટલે ગામનો રાજા શીકારે ચડ્યો. રાજાને તો તરસ લાગી. જાઓરે બાગગુલામો પાણી લાવો. અરે મહારાજ અટલ જંગલમાં તે પાણી ક્યાંથી, જુવો પેલા કાગડા કળકળે છે ત્યાંથી લાવો. ત્યાં પેલાએ ઝૂંપડી ઠોકી. રાણી કહેવા લાગ્યાં બાપજી બાપજી આ તો ઝૂંપડી ઠોકે છે. ભરડો કહે દીકરી બે ધરમના લાડુ આપો, કરવડોભરી પાણી આપો; રાણીએતો લાડુ આપ્યા, પાણી આપ્યું. રાજાએ તો લાડુ ખાધા પાણી પીધું. રાજાને તો રાણી સાંભર્યાં, આતો રાણીના હાથનો લાડુ ને રાણીના હાથમાં પાણી. રાજાએતો ખાટકી તેડાવ્યા. મેં કદાસ રીસે કહ્યું, તમે કેમ ખરે મારી આવ્યા. નારે મહારાજ મારો નહીં તો કહીએ. વાઘ વરૂની આંખ, સસા શીઆળની આંખ તમારા પગ તળે મુકી તમે તો કચરી નાંખી, રાણીતો ભરડાની ઝુંપડીમાં ગયાં. ફાટું સરખું પટોળું ને રાણી સરખી બેઠી છે. સામા ઘરમાં કોણ છે, સામા ઘરમાં ભરડો છે, ભરડાને તો પાલખી ગઈ. ફળ ના ખાધું ને પસાયતુ ન ખાધું, સીમને શેરડે ના જાઉં, મારે શું રાજાનું તેડું. ધ્રુજતો કાંપતો જાય છે. બેસણું આપ્યું ઢળી પડ્યો, પાન આપ્યું પાગડીમાં ખોશ્યું, ચુનો આપ્યો ચાટી ગયો, ફુલ આપ્યું ફાકી ગયો, કાથો