પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૮૧
 

આપ્યો કાનમાં ઘાલ્યો ધ્રુજવાને કાંપવા લાગ્યો. રાજા કહે ભાઈરે ભરડા ધ્રુજીશ મા ને કાંપીશ મા, તારે ઘેર મારી રાણી છે તેને મોકલજે. શે અપરાધે કાઢી મુકી, શે અપરાધે લેવા આવ્યો, ભરડે વિચાર્યું, હસતાંએ પરોણો ને રોતાએ પરોણો, રાજા આવ્યો છે તે લઈ જશે. ચાલો હું સરોવર ધોતી ધોતો આવું, ચાર કરણી કાંપ લેતો આવું. રાજાજીને ત્યાં નોતરૂં કરતો આવું. ભરડો કહે આજ મારે ઘેર સરવ કોઈ જમવા આવજો. રાજાના પ્રધાન હસવા લાગ્યા હાથીનો પગ ના માય એવડી ઝૂંપડી છે તેમાં તે ક્યાં જઈને બેસશે. રાજા કહે આપણી રાણી વરસ દહાડો રહ્યાં તેથી જઈને જમી આવીશું. એક સટકાવી ધોલ્યા અવાજ, થયા, એક સટકાવી કામ દુરઘા દુજે છે, બળદની કુલર કોશણાય છે, હાથીના અડદાળાં દળાય છે, એક સટકાવી રાજાને તેલ ચોળાય છે, એક સટકાવી રાજા રાણી કટકદળ લશ્કર સૌએ ખાધું પીધું ને તેટલું ને તેટલું. ભરડો ચાર કડીઆ લાવ્યો. એકમાં ચુંથાં પુંથાં ઘાલ્યાં, એકમાં ઢબલાં ઘાલ્યાં. એકમાં કપાસીઆ ઘાલ્યા, એકમાં ઘેંસ છાસના ઘાડવાં ઘાલ્યાં; ચારો કંડીઆ વેહલે બાંધ્યા. ભરડો કહેવા લાગ્યો દીકરી દીકરી ભુલીચુટી શેરડે લાગજે, વહેલી આવજે, રાજા તસકો તોડતો ઉભી ના રહેતી. રાણી કહે વારૂસતો. રાજા રાણી વેહેલમાં બેઠાં. ચાલ્યાં ચાલ્યાં જાય છે, રાણીને તો વાણો (પગમાં પેરવાની જોડી) સાંભર્યો. જાઓરે બાણ ગુલામો વાણો લાવો. વાણો લેવા જાય છે તો ડોસો પડ્યો ખવળે છે, કાગડા સીત વીણે છે, કુતરા અસાણાં ચાટે છે. વાણો લીધા પછી સુનાનો ઠામલો હતો તેઓ ટળ્યો. રાણીને કહેશો મા રાણી દોહેલાં થશે, લખેશ્વરીના તેડાં આવ્યાં ને મોકલ્યાં; રાજાના પ્રધાન હસવા લાગ્યા, કાંઈ તમારા પીએરની સુખડી હોય તો કહાડો. રાણી કહે નારે બાવા મારો ભરડો બાપ સુખડી કહાંથી કરે, ચાલો પેલું છે તે કાઢી નાખો, રાજા દેખશેતો ઠીંસરાં કરશે. ચુંથા પુથા જોય છે તો ચીર પટોળાં થઈ રહ્યાં; ઢબકળાં જોવા જાય છે તો ગળ્યા ચોપડ્યા લાડુ થઈ રહ્યા; કપાસીઆ જોવા જાય છે તો મોતીના હાર થઈ રહ્યા, ઘેસ છાસના ઘાડવા જોવા જાય છે તો શાળના કુર, સથરાં દહીં, આદું બીલી. એવું સૌ થઈ રહ્યું છે. રાજા રાણી કટકદળ લશ્કર સર્વે ખાધું પીધું ને તેટલું ને તેટલું. એમ કરતા ગામનુ પાદર આવ્યું. રાણી કહેવા લાગ્યાં મારે ગામમાં પેસવું નથી, ગામમાં પેસતાં ગામશાળાની બાધા છે. રાજાએ પ્રધાનને તેડી પડો વજડાવ્યો જે આજ રાજાને ઘેર સરવ કોઈ જંબા આવજો. ભાગળ બહાર દેહેરા દીધા છે, ગામ ગામના લોક જમી જમીને જાય છે. સાંજ પડી રાજાએ ખબર લેવડાવી જુવો રાણી ભુખ્યાં