પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કાળમાં તે પુસ્તકોને માટે શું કહેવાયું હતું અને તેમની કેવી કિંમત અંકાઇ હતી તે પણ જણાવવાની કાળજી રાખી છે.

ઇશ્વર કૃપાથી ઘણા લખનારાઓ હયાત હશે. કોઈ પણ વ્યક્તિને માટે રાગદ્વેષની છાયા ધરાધરી મનમાં પ્રવેશ થવા દીધી નથી. જેમ લાગ્યું તેમ શુદ્ધ અંતઃકરણથી લખ્યું છે. છતાં અજાણ્યે પણ કોઈનું મન દુભવવા જેવું લખાયું હોય તો તે તેવા હેતુ પુરસ્સર નથી જ લખાયું એ જણાવીને અમારી ક્ષમાની યાચના છે.

શરૂવાતમાં બિલકુલ પુસ્તકો ન હતાં. શુદ્ધ મનોભાવનાથી ઉત્સાહપૂર્વક આરંભ આદરીને જૂના મહાનુભાવોએ પ્રયત્ન કર્યો છે. તેમના શ્લાધ્ય પ્રયત્નથી ટીપે ટીપે સરોવર ભરાય એ પ્રમાણે ગૂજરાતી અર્વાચીન સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું; ગુજરાતી પ્રજાને વાંચવા લખવાનો સ્વાદ લાગ્યો. સ્વાદ લાગતાં તેના પ્રમાણમાં જ પુસ્તકો પ્રકટ થવા લાગ્યાં. પોતાના સ્તુત્ય શ્રમ અને ઉચ્ચ આશાઓ ફળીભૂત થયેલી જોવાને ઓન. એ. કે. ફોર્બ્સ અને બીજા યત્નશાળી પુરૂષો જીવતા હોત તો તેમનો આનંદ કેટલો અને કેવો હોત ! હાલ હજારોથી ગણાય એટલાં પુસ્તક થયાં છે. સમગ્ર પુસ્તક વૃદ્ધિનો નિર્ણય કરવો સુગમ નથી, પરંતુ આજથી પચીશેક વર્ષ ઉપર સ્વ. નવલરામને ગૂજરાતી ભાષામાં પુસ્તકોની ઉત્તરોત્તર થતી વૃદ્ધિ જોઇને આનંદ થયો હતો. ત્યારપછીનાં પચ્ચીશ વર્ષમાં ઘણાંક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. તેમાનાં ઘણાંખરાં ભાષાન્તરો, રૂપાન્તરો અને કેટલાંક મૂળ ગ્રંથો પણ છે. આ વૃદ્ધિ ચોપાનીઆં કે ચીંથરીઆ ચોપડીઓથી શરૂ થઈ હતી. પણ કાળે કરીને નમાલાં પુસ્તકો પોતાને મોતે મરી ગયાં છે. ચીંથરીઆ ચોપડીઓ, પણ પ્રમાણમાં ઓછી નીકળે છે.

સ્વ. નવલરામના અભિપ્રાય પ્રમાણે તે કાળે નીકળતાં પુસ્તકોમાં ‘ઘણાંક તો ખરેખર સારાં હતાં. સારાં તે છપાઈમાં, કદમાં, વિષયમાં, અને શૈલીમાં પણ.’ આ વૃદ્ધિ એવી તો જોશભેર હતી કે સ્વ. નવલરામને કોઈ મોટા ત્રિમાસિક પત્રદ્વારા ‘વિવેચન’ ની જરૂર જણાઇ હતી. એ કાળ કરતાં હાલ એવા વિવેચનની વધારે જરૂર છે. વર્ત્તમાનપત્રોએ વિવેચનનું કામ પચીશ