પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
સાહિત્ય.

રાજાo ( શકુંતલાને જોઈને સ્વગત )—

અપૂર્વ ઝળકી રહ્યું નિરખુँ રૂપ આ આવિયું,
અને મુજ વરેલુँ એ ખરૂં, ન વા, ન નિર્ણી શકું:
તુષારભર્યું કુંદ જેમ નિરખે પ્રભાતે અલિ,
હુँયે ત્યમ નહીં શકું છું ત્યજી દઈ નહીં ભોગવી.  ૧૯

વિચારમાં પડે છે.

શાર્ડ્ંગo રાજન્, કેમ કૈં બોલતા નથી ?

રાજા) હે તપોધનો, સંભારી કહાડવા મથતાં પણ આ ભવતિના પાણીગ્રહણની વાત સાંભરતી નથી. તો એ સ્પષ્ટ સગર્ભાનો કેવલ ક્ષેત્રિન્ બનીશ એવી મનને શંકા રહે છે ત્યાં હું કેવી રીતે વર્ત્તું ?

શકુંo (સ્વગત ) આર્યપુત્રને લગ્ન વિષે પણ શક ! અરેરે, મ્હારી ઉંચી ઉંચી ઉડતી આશા !

શાર્ઙગo નહીં નહીં !

સ્વચ્છંદે જે સંગ કીધો પુત્રીશું, વધાવી લીધો,
એવા મુનિ કેરૂં આમ કરો છોજી અપમાનઃ
—ચોરેલું પોતાનું જાતે આપી દૈ દશ્યુને ખાંતે
થાપે તેને શાહુકાર, એવો જેનો ઉપકાર. ૨૦

શારo સાર્ડ્ંગરવ, હવે ત્હમે બસ કરો. શકુંતલા, અમે ક્હેવાનું હતું તે કહ્યું. પણ આ મહારાજ આમ ક્હે છે; તું જ જવાબ દૈને એમની ખાતરી કરી આપ.

શકુંo એવો પ્રેમ હતો તેની આ દશા થૈ ગૈ ત્યાં સંભારીને યે શું ! મ્હારી જાતને જ હવે મ્હારે રડવી રહી એટલું જ નક્કી. (મ્હોટેથી) આર્ય પુ–(અર્ધું જ બોલી અટકીને ફરીથી) પણ લગ્ન વિષે જ શક છે ત્યાં એ સંબોધન તો ચાલ વિરૂદ્ધ.

પૌરવ, પ્હેલાં આશ્રમમાં આ સ્વભાવે ભોળા દિલને વચન દૈ છેક ભોળવી લૈને હવે વળી આવું આવું વિપરીત બોલવું ત્હમને ઠીક છાજે છે, ખરૂં કની ?