પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
સાહિત્ય.

રાજાo પૌરવો અધોગતિ વાંછે છે એ મનાય જ નહીં.

શારo આવી જીભાજોડીથી શું ફલ ? ગુરૂનો સંદેશો પહોંચાડ્યો. આપણે પાછા વળીએ. (રાજાને )—

જુવો આ આપની કાંતા, ત્યજો રાખો યથા રૂચિ:
સ્ત્રી સંબંધે ધણી કેરી પ્રભુતા સર્વતોમુખી.  ૨૬

 —ગૌતમી, આગળ થાવ.
ચાલી નીકળે છે.

શકુંo અરે, આ કપટીએ તો મ્હને ઠગી; અને ત્હમે પણ મ્હને તજી જશો ?
પાછળ જાય છે.

ગૌતમીo ( ઉભી રહીને ) બેટા શાર્ડ્ંગરવ, આ બિચારી શંકુતલા રોતી રોતી આપણી પાછળ આવે છે. સ્વામી કઠોર થતાં, તિરસ્કાર સુદ્ધાં કરતાં, મ્હારી પુત્રી બીજું શું કરે ?

શાર્ડ્ંગo ( પાછા વળીને ગુસ્સાથી ) રે અમર્યાદ, આમ સ્વતંત્રતા લે છે ?
શકુંતલા બ્હીને થરથરે છે.

શાર્ડ્ંગo શકુંતલા,

નૃપ કહે ત્યમ ત્હેં કુલ બોળ્યું જો,
તુજ જુવે મુખ કહે ક્યમ તાત જો:
પણ તું હોય સતી જ ખરેખરી
વસ અહીં જ, ભલે બની કિંકરી.

ઉભી રહે, અમે જૈશું.

રાજાo (પુરોહિત તરફ જોઇને) આમાં સારું માઠું ત્હમને જ પૂછું:

ભૂલી ગયો જ હું કે આ બોલે મિથ્યા ન એ લહું,
ત્યાં કરૂં શું, બનું ત્યાગી સ્ત્રીનો કે વ્યભિચારી હું. ૨૯

પુરોહિતo ( વિચાર કરીને) એમ છે તે આ પ્રમાણે કરીએ.

રાજાo ફરમાવો.

પુરોo આ ભવતી ભલે પ્રસવ થતાં સુધી અમારે ત્યાં રહે. આમ કહેવાનું શું કારણ, તો એ કે સાધુઓનો પ્રથમથી આદેશ છે કે આપનો