પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
સાઠીનૂં વાઙ્ગમય.

આ ભાષાન્તર મૂળને બહુ મળતું છે અને મળતું છે માટે જ ભળતું નથી. પડછે વનમાળીનું ભાષાન્તર જૂવો.

'પુરૂo તો તમે સંતાપ છાંડો—આ હું તમારી સખીને છોડાવી લાવવા જાઉં છું.'

અહીં મુખ્ય વાક્યની સાથે ‘તો’ અવ્યયને જોડી દીધાથી ઉર્વશીના છૂટકારા માટે ત્વરા ને તત્પરતાનો ભાસ બહુ સારી રીતે થાય છે. વળી ‘તમે સંતાપ છાંડો’ ગર્ભવાક્ય રૂપે યોજવાથી દુખિયાને આશ્વાસન આપવાની કાળજી આગળ પડતી બને છે. પુરૂરવાનાં વિશ્વાસપ્રદ વચનોના જવાબમાં રંભા ‘સોમના પૌત્રને તો એમ જ ઘટે’ એવું કીલાભાઈના શબ્દમાં કહે છે. અહીં ‘એમ’ પદમાં સંકટ નિવારણનો અર્થ ગમ્યમાન રહે છે. એ અર્થ ‘ચંદ્ર ભગવાનના પૌત્રે સંતાપ હરવો યુક્ત જ છે ’ એવી ઉક્તિ રાખી વનમાળીએ ઉક્ત કરી સુગમ બનાવ્યો છે. રાજા દૈત્ય ઉપર ચઢી ગયા પછી અપ્સરાઓ ઠેરવેલે સ્થાને જઈને બેસે છે. રંભાના મનને હજુ પ્રતીતિ થતી નથી કે પુરૂરવા ઉર્વશીને છોડાવી લાવશે. મેનકા તેના મનનો સંશય દૂર કરે છે ને રાજાના પ્રતાપનું પિછાન કરાવે છે. એટલામાં રાજાનો રથ આવતો દેખાય છે. આ પ્રસંગની સહજન્યાની ઉક્તિ કીલાભાઈ અને વનમાળીની અનુવાદકળાનું તારતમ્ય આપોઆપ બતાવી આપે એવી જોઈ અમે તેને નીચે ટાંકીએ છીએ.

"સહજન્યાo ( ક્ષણવાર થોભીને ) અલીઓ ! શાંત થાવ, શાંત થાવ, જુવો પેલી હરિણના ચિન્હવાળી ફરફરતી ધજાવાળો સોમદત્ત નામનો રાજર્ષિનો આ રથ દેખાય; એ (તો) કોઇ દિવસ કામ સિદ્ધ કર્યા વિના વળે જ નહિં.' (કીલાભાઇ)

ભાષાન્તર મિo પંડિતે છાપેલા મૂળને શબ્દે શબ્દ મળતું છે. પરંતુ વિચારવાનું છે કે સહજન્યા તે સર્વ સખીઓ પ્રત્યે કહે છે કે એકલી રંભા પ્રત્યે ? સંકાશીલ એકલી રંભા છે. તેને મેનકા રાજાના પરાક્રમની ખાતરી આપે છે તે છતાં એ ‘પ્રેમ અનિષ્ટ શંકી છે’ એ ન્યાયે તેને સંપૂર્ણ વિશ્વાસ આવતો નથી. તે ઈચ્છે છે કે ‘રાજા વિજયી થાઓ.’ આ પ્રેમે