પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
સાઠીનૂં વાઙ્ગમય.

કરવાની પણ શકિત જોઈએ છીએ. प्रभवति शुचिर्बिम्बोद़्ग्राहे मणिर्नमृदास्चयः ગુજરાતી રૂપાંતરમાં આ પ્રતિબિમ્બ ઘણે અંશે રહ્યું છે. ડા. ગ્રેગરી અને ભોળાભટ જેમ એક જ માણસ નથી તેમ ભટાણી અને ડોર્કાસમાં પણ ફેર છે. અને તેવી રીતે ઘણે ઠેકાણે જોવામાં આવશે. પરંતુ એ ફેર યોગ્ય છે. બિમ્બ પ્રમાણે જ પ્રતિબિમ્બ જોઈએ એવું નથી. જે કાચમાં પ્રતિબિમ્બ પડે તેના આકારની પણ પ્રતિબિમ્બમાં અસર હોવી જોઈએ. આ ન્યાયે ફેંચ પાત્રો ગુજરાતી થાય તો તે પુરેપુરાં જ થાય ત્યારે રૂપાંતર શુદ્ધ થયું ગણાય. પાત્ર હલકાં છતાં આ પુસ્તકમાં અનુચ્ચ ગ્રામ્યતા નથી. કેટલીક જગાએ સ્હેજ કહેવા જેવું હતું તે સ્વ. નવલરામે બીજી આવૃત્તિમાં ફેરફાર કરી નાંખ્યું છે. કોઈ સ્થળે દીર્ઘસૂત્રતા આવી જઈ કાર્યવેગની મંદતાને લીધે રસમાં સહેજ ખામી જણાય છે. પરંતુ એકંદરે આ પુસ્તક એક ઉચ્ચ જાતિનું બન્યું છે અને આપણી ભાષામાં આવાં રૂપાંતરો કવચિત જ જોવામાં આવે છે. દીલગીરી એટલી જ છે કે આ રૂપાંતરની સ્પર્ધા કરે એવું એકે પુસ્તક આપણી ભાષામાં અધાપિ થયું નથી.*[૧]

સ્વર્ગવાસી નારાયણ હેમચંદ્રે બંગાલીમાંથી 'અશ્રુમતિ’ નામનું સુંદર નાટક ગુજરાતીમાં ઉતાર્યું છે. ખૂલ્લા દીલથી લખેલા અર્પણપત્ર–ઉત્સર્ગમાં–એ સાધુ બધું માન સાક્ષર શ્રી નૃસિંહરાવને આપે છે. અને ખરેખાત એ નાટકની ભાષા શ્રી નારાયણની ભાષા જ નથી. મૂળ નાટક અમારી અગાડી નથી, અને હોય તોયે વાંચીને સમજીએ એટલા બંગાલીના જ્ઞાનને અભાવ અમે માત્ર ગુજરાતી ભાષાન્તરની જ વાત કરીશું. જોતિરિંદ્રનાથ ટાગોરના શ્રી નારાયણના આ આખા અનુવાદને રા. નૃસિંહરાવે સુધાર્યું નથી; પણ બધું જ જાતે લખી આપીને અને કવિતા બનાવી આપીને કવિત્વમય કરી દીધું છે. મૂળ નાટકમાં શેક્સપીઅરની છાયા ખૂલી જણાય છે. ફરીદના પાત્રમાં ઇઆગોએ અને રાજકુમાર સલીમના પાત્રમાં ઓથેલોએ પુનર્જન્મ લીધો હોય એવું સાફ દૃષ્ટિગોચર થાય છે. ઉંચા પ્રકારનો રસ રેડીને, અને ઉંચે પ્રકારે પાત્રતા જાળવીને રા. નરસિંહરાવે બેશક આ નાટક


  1. *સ. લો.