પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
સાઠીનૂં વાઙ્ગમય.



પ્રસન વદન ન થયું સુણી, અતિ શુભ રાજ અભિષેક;
ગ્લાની ન મુખ વનવાસ દુ:ખ, મુખચર્યા સ્થિતિ એક.
સદાય સ્હેજ પ્રસન વદન મંગળપ્રદ મંજૂલ

( કવિ શીવલાલનું તુલસી કૃત રામાયણ).

તે જ આ રામચંદ્ર એમ રા. મગનભાઈના ચિત્રથી મનાતું નથી. સંસ્કૃતની પ્રીતિ અને મોહથી રા. મગનભાઇએ કાલિદાસનાં નાટકોના કેટલાક ભાવ, ધાટી ઈત્યાદિ લીધાં છે; બલ્કે અનુકરણ જ કર્યું છે. કેટલાંક વાક્યો અને પાત્રની સૂચનાઓ સંસ્કૃત જ છે. આ નાટકમાં કેટલાક ગ્રામ્ય શબ્દો ઘુસી ગયા છે અને ભાષા વગર હેતુએ અગમ્ય થઈ છે. એમના પ્રથમ પ્રયાસની કુતુહલતાને લીધે આ નાટક વંચાશે. આ ઉત્સાહી અને વિદ્યાવિનોદી યુવાન તરફથી એક સારું ભાષાન્તર મળવાનો સંભવ છે.

‘ભટના ભોપાળા' ની વાત કરતાં બીજાં હાસ્યરસ નાટક થયાં નથી એમ અમે કહ્યું છે. બેશક ભટના ભોપાળાના જેવા નૈસર્ગિક હાસ્યરસવાળું નહિ પણ હાસ્યરસથી ભરેલું બીજું એક સુંદર નાટક ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચસ્થાન ભોગવે છે. સ્વ. કવીશ્વર દલપતરામનું ‘મિથ્યાભિમાન નાટક’ એક વાર વાંચ્યું હોય તો તે હૃદયમાંથી ખસતું નથી. આ નાટકનો હાસ્યરસ નૈસર્ગિક નહિ પણ પ્રાસંગિક છે; તેમ જ ‘ભટના ભોપાળા’ ની પેઠે છલકાઈને ઉભરાઇ જતો ત્વરિત નહિ પણ ઠાવકો, બેઠો અને શાંત વહેતો છે. પોતે રતાંધળો હતો તે આખું જગત જાણતું હતું તથાપિ કોઈ ન જાણી જાય એવા પ્રયત્ન કરનાર જીવરામ ભટ આ નાટકનો નાયક છે. કવિયે બધાં પાત્રને મિથ્યાભિમાની કલપ્યાં છે. એકને કુળનું, બીજાને વિદ્વત્તાનું તો ત્રીજાને વળી જૂદી જ બાબતનું મિથ્યાભિમાન છે. ટુંકમાં સઘળાં પાત્ર પોતપોતાના મિથ્યાભિમાનમાં પચી રહેલાં છે. હાસ્યરસ જમાવવાની સ્વ. દલપતરામની શક્તિ કુદરતી હતી. તેમનો હાસ્યરસ પણ ઠરેલ છે. પાત્રભેદ અને સારી સંકલના છતાં આ નાટક માત્ર વાર્ત્તારૂપ લાગે છે. નાટકમાં ગમે તે સ્થળે, ગમે તે વખતે અને ગમે તે પ્રસંગે રંગલો–વિદૂષક આવે અને ગમે તેનું ગમે તેવું ઉપહાસ કરે અને ગમે એ બોલે એ