પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
સાઠીનૂં વાઙ્ગમય.

પહેરીને હાથમાં મંજીરા લેઈને રંગભૂમિના એક ખૂણામાં સાંજંદાની સાથે હાજર જ રહેતો. પાત્ર આવે, અભિનયયુક્ત ગદ્ય બોલવાનું હોય તે બોલે, અને જ્યાં પદ્ય આવ્યું કે 'મેં કહેતા હું–કે કહેતી હું–તૂં સૂનલે' કહીને ચૂપ ઉભું રહેતું. એમ થાય કે સૂત્રધાર મંજીરા ખખડાવતેકને સાજંદા જોડે ગાવા મંડી જાય ! બ્રહ્મચારી થએલો અર્જુન સુભદ્રાને પોતાનો પ્રેમ નિવેદન કરે તે સુત્રધાર દ્વારા થાય ! અને લાલિત્ય ભરેલી સુભદ્રા પણ પોતાનો પ્રેમ સુત્રધાર મારફત જ ગાઈ જણાવે ! ગુજરાતમાં નાટકમંડળીઓ નવી નીકળી ત્યારે ઘણા કાળ સુધી આ રિવાજની અસર રહી હતી. મોરબી નાટકમંડળીનાં નાટકોમાં આરંભમાં કેટલાંક વર્ષ સુધી પાત્રોની ગદ્ય ભાષા હિંદી અને ગાયનો ગુજરાતીમાં હતાં. પારસીભાઈઓએ આ પ્રદેશમાં પણ યથેચ્છ રમણ કર્યું છે. પારસી નાટકમંડળીઓ પ્રથમ અસ્તિત્વમાં આવી હતી. ફારસી અને ઉર્દુ કિસ્સાઓ ઉપરથી તૈયાર કરેલાં નાટક એઓ ભજવતા. ગુલબંકાવલી, બદરેમુનિ અને બેનઝીર એવાં એવાં નાટકો પારસી અને મુસલમાન કોમોને રૂચતાં થઈ પડતાં. એમાંની કેટલીક મંડળીઓએ સારું નામ કહાડ્યું છે. ગુજરાતી કંપનીઓ પણ સારી અને માતબર થઈ છે. બાકીનીઓ જૂના ઉતરેલા ડ્રેસ, જૂના રદૃ થઈ ગયેલા પડદા અને સીનેરીથી પોતાનો નિભાવ કરી લે છે. તેમને નાનાં ગામમાં રખડવું પડે છે અને જેમણે નાટક શું એ કદી જોયું કે જાણ્યું એ ન હોય એવા પ્રેક્ષકોને રિજાવીને પોતાનું ગુજરાન કુટી કાઢવું પડે છે. મહેનતના બદલામાં ગામડામાંથી અનાજની લખણી ધરાધરી કરાવતી મંડળીઓ હોય છે !

નાટક મંડળીઓ સારૂ લખાયલાં નાટકોમાં છેક હલકા વર્ગની જ રૂચિને આનંદ આપી ઘણા પ્રેક્ષકો મેળવી દ્રવ્ય સંપાદન કરવાનો હેતુ હોવાથી ઉચ્ચ ભાવના, ઉંચો રસ અને ઉચ્ચ વૃત્તિયોનો અવકાશ જ રહેતો નથી. માત્ર સભાષણ રૂપે વાર્તા લખી તેમાં વિષયવાસનાને ઉદ્દીપ્ત કરવી, ગમે તે રીતે હાસ્ય ઉપજાવવું એ નાટકનો ઉદ્દેશ થઈ પડ્યો છે, પ્રેમમાં પડેલી મોટી પદ્વીની સ્ત્રી, પોતાના પ્રેમની અવલંબન નાના છોકરાને 'છોકરા