પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
સાહિત્ય.

ડરમાં તું દીલ સાથ, તને કોઇ ન મારે લાત'; અને અગાડી જતાં છોકરાને ફોસલાવવા કહે છે 'જોને મારે કેવાં કંકણ હાથ’ એમાં કવિતા ક્યાં છે ? રસ ક્યાં છે ? પોતાની સાધ્વી સ્ત્રીનું શિયળભંગ થવાની શંકાથી ચારસેં ગાઉથી એને 'ફટ’ (!) કહેવા આવેલો રાજવંશી પતિ ઉઘાડી તરવારે અંતઃપુરમાં ધસે, સ્ત્રીને–રાણીને–લાત મારે અને બેબાકળી થઇને ફસડાઈ પડેલી સ્ત્રીના ઉપર તરવાર ઉગામી–તડી તડીને મારવા જતો અને ક્રોધભર્યો ઉભો રહીને પછી ગાયન ગાવા મંડી જાય, આના જેવો રસભંગ બીજે ક્યાં જડે ? ! ઉચ્ચ વર્ગનું પાત્ર પોતાની સ્ત્રીને 'ફટ ગ—ડી ચૂપ' કરીને ગાયન ગાય છે ત્યાં જૂગુપ્સાની સીમા આવી રહે છે. તેમાં એ વળી આવા દેખાવ વખતે 'વન્સ્ મોર' થાય અને વારેવારે એના એ જ ધમપછાડા, એના એ જ અભિનયો કરાય, અને વારેવારે કુદરતમાં ના જ બને એવા બનાવો જેમકે મોત, તે પણ આવી ક્ષુદ્રતાથી ભજવી બતાવાય ત્યાં તદૃન કૃત્રિમતા આવે છે. વળી કોઈ કોઈ નાટકોમાં અમુક પાત્રને ઉપદેશક બનાવી તેની પાસે ડહાપણનાં ટાહ્યલાં કુટાવાય છે. સત્ય સ્પષ્ટ કહી બતાવવું નહિ પણ સમગ્ર નાટક ઉપરથી વાંચનારને-જોનારને–પોતાની મેળે ઉપજાવી કાઢવા દેવું એ ખરી રીતિ છે, તથાપિ અઘરી છે. અને તેથી જ નાટકને ભાષણ કરવાનું સભાસ્થાન બનાવી દેવામાં આવે છે. અગાડી નામ ગણાવેલા 'મદ્યપાન દુઃખદર્શક’ માં બસેં પાનાંનું લાંબું ભાષણ છે ! લખનારાઓને એ શી રીતે ભજવાશે તેનો ખ્યાલ પણ નહિ હોય !

જો નાટકો રંગભૂમિ પર ભજવી શકાય નહિ તો સાધારણ વાર્ત્તા અગર નિબંધ અને નાટકમાં શો ફેર રહ્યો ? નાટક એ નિબંધ નથી; નાટક એ કેવળ વાર્ત્તા નથી. નાટકમાં બીજનો ઉદય ક્રમશઃ પગલે પગલે સંકલિત થવો જોઈએ; તેમ જ એનો રસ પણ ગાઢ જોઈએ. સાધારણ નિબંધ અગર વાર્ત્તા લખનારના કરતાં પણ નાટકકારમાં ઉચ્ચ પ્રકારનું ચાતુર્ય અને જૂદા જૂદા જનસ્વભાવનાં જૂદાં જૂદાં રસમય ચિત્રો આલેખવાની શક્તિ જોઈએ. અને તેથી જ નાટકકારની પદ્વી ઉંચી છે. આ વાત લક્ષની બહાર જવાથી જ નાટકની કળાની ક્ષતિ અને અવગણના