પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
સાઠીનૂં વાઙ્ગમય.

"જેટલી કવિતા અમને મળી આવી તેમાંની સારી સારીમાંથી નમુના દાખલ લેઈ આ ચોપડીમાં દાખલ કરી છે. આ ચાપડીના ત્રણ ભાગ કર્યા છે. પહેલા ભાગમાં છંદ પ્રબંધને મળતી આવે એવી કવિતા લીધી છે. બીજા ભાગમાં પુરૂષોને ગાવાના તરેહ તરેહ રાગનાં પદ લખ્યાં છે. ત્રીજા ભાગમાં ગરબી, ગીત વગેરે સ્ત્રીઓને ગાવાના રાગની કવિતા દાખલ કરી છે.

“આ ચોપડી રચવાનું કારણ એટલું જ કે, ગુજરાતના કવિ કેવી ભાષાથી અને કેવી ઢબથી કવિતા રચતા આવ્યા છે, તે સર્વના જાણ્યામાં આવે. આ ચોપડીમાં આજથી પહેલાં થઈ ગયા તેજ કવિની કવિતા લીધી છે. ”

“ આ ચોપડી વાંચ્યાથી ખાતરી થશે કે, ચારસેં વર્ષ ઉપરના અને આ વખતના ગુજરાતના કવિયોની ભાષામાં કાંઇ વધારે ફેરફાર થએલો નથી."

આ પુસ્તકમાં લગભગ ચોર્યાસી*[૧]કવિયોની કવિતા આપી હતી. ટુંકી


  1. *કાવ્યદોહન પુસ્તક ૧ લું.
    ભાગ ૧. નરસૈ મહેતો, તુલસી, તુળસીદાસ, પ્રેમાનંદ, જગજીવન સન્યાસી, અખો, સામળભટ્ટ, વલ્લભભટ્ટ, દ્વારકોભક્ત, જીવરામ, કાળીદાસ, પ્રીતમદાસ, હેમો, રેવાશંકર, નિષ્કુળાનંદ, રણછોડજી દિવાન, મુક્તાનંદ, દયારામ, નરભેરામ, થોભણદાસ, ઘેલો વ્યાસ, ગીરધર, ભવાન ભક્ત, કેશવ, ધનદાસ, નિમાનંદ,ભુખણ, કૃષ્ણરામ, શંભુનાથ, ઉદયરત્ન.
    ભાગ ૨. વિષ્ણુદાસ, શિવાનંદ, શિવદાસ, વિનયવિજય, રત્નો, જીવન, મનહરદાસ, ધીરો ભક્ત, બ્રહ્માનંદ, અલખ બુલાખી, ડુંગર બારોટ, બાપુ, દેવાનદ રણછોડ ભક્ત, મીરાંબાઇ, મૂળદાસ, માંડણ, શાંતિદાસ, ગોપાળદાસ, આશારામ, કિલ્યાણદાસ, મીઠો, રાવો ભક્ત. કેવળપુરી, લાલદાસ, રાજે, ભોજો ભક્ત, રામકૃષ્ણ, મુકુંદ, સાંકળેશ્વર, ઈરછારામ, માવદાસ, અમૃત, સમયસુદર’ જ્ઞાનવિમળ, મુનીલાવણ, આદિતરામ, રઘુનંદન, મંજુકેશાનંદ,ગોવિંદદાસ, દેવીદાસ. ભાગ ૩જો . દલપત, રધુનાથદાસ, લજજરામ, પદ્મવિજય, હારભટ, દીપવિજય, રૂપવિજય, પ્રેમાનંદ સ્વામી, મૂળદાસ, આત્મારામ, નાનોભક્ત, પુરીબાઈ, લઘુનાથ.
    કાવ્યદોહન પુસ્તક ૨ જુ—જૈન કવિયો કુમુદચંદ અને જશવિયજ.