પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫
સાહિત્ય (ચાલુ).

એ લીંટીથી શરૂ થતી કવિતા જોવી. ‘હિંદની પડતી’ અને સ્વદેશાભિમાનની કવિતાઓમાં નર્મદનું ગૌરવ પૂર્ણ પ્રકાશી રહે છે. પણ ભાષા સાધ્ય ન હોવાથી, શબ્દોને મચરડી નાંખવાની ટેવને લીધે, એમનો પદ્યબંધ સરળ નસતાં કર્કશ લાગે છે. આ બન્ને કવિયોની કવિતા જૂદા જૂદા વર્ગમાં પ્રિય હતી.

જાણીતા સદ્‌ગત સાક્ષર નવલરામજી કહે છે તેમ ‘એ તો ક્યારનું સર્વાનુમતે સિદ્ધ થઈ ચૂક્યું છે કે આ જમાનાના કવિ તે બે જ. નર્મદાશંકર અને દલપતરામ. આ સમે કવિતા કરનારા તો જોઇએ તેટલા છે અને તેમાં થોડાક સારા કવિ પણ છે, પરન્તુ જ્યાં કવિ શબ્દનું ઉચ્ચારણ કર્યું ત્યાં પ્રથમ પ્રતીતિ સર્વે ગુજરાતીના મનમાં આ બેમાંના જ કોઈ એકની થાય છે. ગુજરાતના આ છેડાથી પેલા છેડા સુધી અને બાળ કે યુવાથી વૃદ્ધ પર્યંત સર્વેને જાણીતા એવા તો આ જમાનાના કવિ બે જ છે. બંનેની પ્રસિદ્ધિમાં ફેર હશે; બંનેની પરસ્પર ગણનામાં મતભેદ છે, અને વખતે એકથી મોહિત જનો બીજાને દોષપાત્ર જ ઠેરવવા મથતા હશે, તોપણ નિષ્પક્ષપાત ગંભીર બુદ્ધિને તો એ બંને આ જમાનાની કાવ્ય મૂર્ત્તિના પ્રતિબંબ રૂપે સમાનજ પ્રકાશતા માલમ પડે છે. દેશકાળથી પર એવી જે સામાન્ય કવિરૂપ ગણના તેતો એ બંનેની હવે પછીના જમાનામાં યથાર્થપણે થાય, પરંતુ જો એ બંનેની શૈલીનું કાંઇ પ્રથક્‌પણે સ્વરૂપ જાણ્યું હોય, તો મિથ્યા ખેંચાખેંચ કોઇને રહે નહિ.'

‘દલપતરામની કવિતા શાંત બુદ્ધિની વ્યવહારમાં કુશળ, ચતુરાઇની ભરી, અને સભારંજની છે. એ નવેરસમાં પ્રસંગોપાત વિચરે છે, પણ તે શાંતિ અને વિવેકની સાથે; વ્યવહારની મર્યાદા એજ આ કવિતામાં રસના સંભવ વા અસંભવની મર્યાદા છે. કોઇ પણ રસની મસ્તી એ આ કવિતાને મન ગાંડાઈ છે. સંસારનું શાંત બુદ્ધિથી અવલોકન કરવું અને તેમાંથી વ્યવહારોપગી બોધ લેવો એ દલપત શૈલીને સૌથી વધારે રૂચિકર છે. એ શૈલી જાતે દર્દમુક્ત હોવાને લીધે બે ઘડી નવરાશની વેળાએ વિનોદ કરવો એમાં જ મોટું સુખ માણે છે. ઠાઉકું હાસ્ય, મર્માળાં કટાક્ષ, વાણીની