પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
સાઠીનૂં વાઙ્ગમય.

વર્ગ બાંધી હવે આ સાઠીમાં એ વર્ગોમાં પ્રગટ થએલી કવિતા* પરત્વે કાંઈક કહીશું:—

કવીશ્વર દલપતરામનું ‘વેનચરિત્ર’ જૂની આખ્યાન શૈલીમાં લખાયલું વિધવા વિવાહની તરફદારી કરતું અને વિધવાના દુઃખનું હૃદયવેધક વર્ણન આપતું મનોહર અને રસભર્યું કાવ્ય છે. કવિએ આ કાવ્યમાં દરેક રસની જમાવટ ખુબી ભરેલી કરી છે. અને વિધવા વિવાહના સંબંધે પુખ્ત વિચાર ભર્યો નિર્ણય આપ્યો છે. દલપતરામની કવિતામાં એ કાવ્ય ઘણું ઉંચું પદ


* કવીશ્વર દલપત, કવિ નર્મદ અને એ શૈલીના બીજા કવિઓને બાદ કરીને કેટલાક નવા લખનારાની કવિતાના સંબંધમાં કાઠીયાવાડના એક કવિયે 'સાક્ષર સપ્તક' નામની રમુજી કવિતા લખી છે. વૃજભાષાના સાહિત્યમાં ‘મુકરી’ જાણીતી છે. દેખીતો અર્થ જૂદો દેખાય અને માત્ર છેલ્લા ચરણથી જ અર્થ ફરી જાય એવી ગોઠવણ આ કવિતામાં હોય છે. આ 'સાક્ષર સપ્તક' ગુજરાતીમાં એવી મુકરી તરીકે લખાયલું છે, અને અમારા વાંચનારાના વિનોદની ખાતર અમે તેને અહિં દાખલ કરીએ છીએ.

સાક્ષર સપ્તક.

અલંકારો અંગે ધરી અવનવા, આસ્ય ખુલતી,
કટાક્ષોથી જોતી, ધ્વનિત સરસા અંગ ફુલતી;
મતિ લેતી ઝાલી, અગણિત જનની ક્ષણગણી
નિહાળી શું નારી ? નહિ નહિ સુવાણી हरिતણી.
સુવર્ણે શોભંતી, અભિનવ કલા અંગ ધરતી,
સુહાવે હાવેથી, અનુભવી ભલા ભાવ ભરતી;
સુરીતિ વાળી એ પીયૂષ ઝરણી કલેશ હરણી,
નિહાળી શું નારી ? નહિ નહિ સુવાણી हरिતણી.. ૨
સુઅંગી રંગીલી મુદભરણી આમોદ સદની,
રહી રાગે રાચી, શુભ ગુણવતી પૂર્વ પદની;
અદોષી ઓચિન્તી નજર પથ આવી બહુ બણી,
નિહાળી શું નારી ? નહિ નહિ સુવાણી हरि[૧]તણી.


  1. ૧. રા. હરિલાલ હર્ષદરાય ધ્રુવ.