પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩
સાહિત્ય (ચાલુ).

ભોગવે છે. સૌથી પ્રથમ પદ્વી એની છે કે એમના 'ફાર્બસ વિરહ' ની છે એ વાંચનારા નિર્ણય કરશે. 'ફાર્બસ વિરહ’ માંથી કેટલીક ચાતુર્ય ભરેલી કવિતા બાદ કરીએ તો એ કાવ્ય ચિત્તના ખરેખરા ક્ષોભથી ઉદ્‌ભવેલું હોવાથી રસભરિત અને મનોહર બન્યું છે. જૂની વાર્ત્તા શૈલીમાં લખાયલાં 'સંપલક્ષ્મી સંવાદ,' 'રાજવિદ્યાભ્યાસ,' કેફ નિષેધ સારૂ લખાયલી 'જાદવાસ્થળી' એ સારાં કાવ્ય છે. સ્વદેશ અને કળાકૌશલ્ય સંબંધી કાવ્યોમાં 'હુન્નરખાનની


ધરે છે શૃંગારો પણ ન વધતી ભા તન તણી,
જણાયે છે રાગી, પણ અતિ વિરાગી મન તણી;
મીઠાઇને માટે વદતિ કુગિરા મ્લેચ્છ ભણિતિ,
વિલોકી શું વૃદ્ધા? નહિ નહિ સખા વાણી मणिની.
ઘડીમાંહી રાગી ઘડીમાંહી વિરાગી બની જતી,
ઘડી સ્વીયા સાથે ઘડિક પરકીયા તણી ગતિ;
રસે ભીની જોઈ ઘડિક રસહીની નહી બની,
શું દેખી સામાન્યા ? નહિ નહિ સખા વાણી मणि[૧]ની. 

અતિ કર્ણ પ્રિય ઉચ્ચાર ચાલે, ચરણમાં ધ્વનિ ધારતી,
પ્રતિ વાકયમાં વરસાવતી રસ, ગુણભરી, લક્ષણવતી;
પ્રીતિ મહિં પરિપક્વ રીતિ, શુભ ગ્રહે અણમૂલની,
વ્હાલા વખાણે વ્હાલિને? ના,બોલી આ बुल् बुल्[૨] તણી.

ઝીલી રહી અનહદ રસે, મદૃછક બનેલી માનિની,
શોભે અલંકારો ખસ્યાથી ગુણી ચંદ્રાનની;
પ્રીતિ ભરેલા પ્રસવતી આનંદ કેરા ઉભરા,
આનંદ સંમોહા પ્રિયાં ? ના, बाल[૩] મસ્ત તણી ગિરા.


  1. રા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી.
  2. રા. ડાહ્યાભાઈ પી. દેરાસરી.
  3. રા. બાળાશંકર ઉલ્લાસરામ કંથારિયા.